દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટીબારા ગામે વિદેશી દારૂની હેરાફેરી કરતો ખેપીયાને પોલીસે ઝડપી જેલના હવાલે કર્યો.
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા પોલીસ સ્ટેશનના P.S.I. જી.કે. ભરવાડ તથા પોલીસ સ્ટાફના માણસો નાઈટ પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ફતેપુરા તાલુકાના મોટી બારા ગામ પાસે એક લાલ કલરની ક્રેટા ગાડીમાં વિદેશી ઇંગ્લીશ દારૂ ભરીને જઈ રહી છે. તેવી બાતમી મળતા તે જગ્યાએ ફતેપુરા PSI તથા સ્ટાફના માણસો વોચ રાખીને રહ્યા હતા તે દરમિયાન એક લાલ કલરની ક્રેટા 4 વ્હીલર ગાડી GJ-06 LB-1436 આવતા તેને ઉભી રખાવી હતી અને તેની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ઝડપી પાડી આરોપી 1રમેશચંદ્ર વર્ધીચંદ્ર ડાંગી, રહે. વલ્લભ નગર, ઉદેપુર, રાજસ્થાન તથા માલ ભરી આપનાર રાજુભાઈ ડામોર, રહે. બલીસા બાયપાસ રોડ, ઉદેપુર, રાજસ્થાન તેમજ સાથે એક આરોપી ભાગી જનાર પ્રવીણભાઈ ડાંગી સાથે ગાડીમાંથી કબજે કરેલા ભારતીય બનાવટ નો અલગ અલગ બ્રાન્ડનો ઇંગ્લિશ દારૂ કુલ બોટલ નંગ 1388 જેની કિંમત રૂપિયા 1,85,000/- નો પ્રોહી મુદ્દામાલ તથા લાલ કલરની ક્રેટા ગાડી જેની કિંમત રૂપિયા 5,00,000/- તથા મોબાઈલ ફોનની કિંમત રૂપિયા 5,000/- મળી કુલ રૂપિયા 6,90,000/- નો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ પોલીસ કરી રહી છે.