ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા પાંચ તસ્કરોને ગણતરીના દિવસોમાં ઝડપી પાડતી ફતેપુરા પોલીસ
હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સ આધારે અનડીટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાના આરોપીઓને ફતેપુરા પોલીસે ઝડપી પડ્યા
આરોપીઓ પાસેથી રોકડ, ચાંદીના દાગીના,મોટરસાયકલ તથા મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા
પોલીસે. ચોરાયેલા રૂ.2,63000 ના મુદ્દામાલ પૈકી રૂ.144000 રોકડ પણ રિકવર કરવામાં સફળતા મેળવી હતી
ફતેપુરા પોલીસે આ આરોપીઓ ની વધુ પૂછપરછ આદરી આગળની કાર્યવાહી હાથ ધરી છે