દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરના પોલીસ સ્ટેશનમાં ફતેપુરા પોલીસ સ્ટાફના જવાનો, હોમગાર્ડ જવાનો, ટી.આર.બી. જવાનો, જી.આર.ડી. જવાનો તેમજ સિવીલીયન સ્ટાફને જો આંખમાં જોવાની કે વાંચવાની તખલીફ હોય અને તપાસ કરાવવાની ઈચ્છા ધરાવતા હોય તો તેઓ માટે નેત્ર નિદાન કેમ્પનું આયોજન રેન્જ ઇ. એમ. એસ ભરાડાનાઓની સૂચના આધારિત કરવામાં આવ્યુ હતું. આ નેત્ર નિદાન કેમ્પ અમદાવાદની આઈ કંપની દ્વારા ડોક્ટર જય શાહ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં પોલીસ સ્ટાફ અને જી.આર,ડી અને ટી.આર.બી જવાનોની આંખોની તપાસ કરવામાં આવી હતી અને જો પાસેના કે દૂરના નંબર હોય તો તેઓને ચશ્માંનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
HomeFatepura - ફતેપુરાફતેપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફ કર્મચારીઓ માટે નેત્ર નિદાન કેમ્પનું કરવામાં આવ્યું...