દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના પોલીસ સ્ટેશને PSI રાઠવા સાહેબ તથા સ્ટાફ દ્વારા આજ રોજ તા.૦૬/૦૭/૨૦૧૮ શુક્રવારે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારના પરેડ કર્યા બાદ સ્વચ્છતા અભિયાન અંતર્ગત પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સાફ-સફાઈ કરવામાં આવી અને ત્યાર પછી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. PSI રાઠવા સાહેબ તથા સ્ટાફના જવાનો સાથે મળી આ વૃક્ષારોપણ કર્યું હતું તેમાં બધાએ ભેગા મળીને વૃક્ષોનું રોપણ કર્યું હતું અને અલગ અલગ જાતના વૃક્ષોના રોપા રોપી પોલીસ સ્ટેશનમાં સરાહનીય કામગીરી કરી હતી.