- ફતેપુરા તાલુકામા દર્દીઓ માટે દાહોદ સાસંદે 60 બેડ અને ICU વાન માટે ₹. 20 લાખની ગ્રાન્ટ ફાળવી.
- ફતેપુરા તાલુકામાં વધુમા વૃદ્ધ વ્યક્તિઓને રસીકરણ કરાવવા સાસંદ જસવંતસિહ ભાભોરે અધિકારીઓને સુચના આપી.
ફતેપુરા મામલતદાર કચેરી ખાતે આજે તા.૧૦/૦૫/૨૦૨૧ ને સોમવારના રોજ દાહોદ જીલ્લાના સાસંદ જસવંતસિહ ભાભોરની અધ્યક્ષતામા ઝાલોદ પ્રાન્ત અધિકારી, ફતેપુરા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જીલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી, PSI બરંડા સહિત જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત સભ્યો, સરપંચો સાથે કોરોનાની મહામારીને લઇને મીટીગ યોજી હતી. આ મીટીગમા સાસંદ જસવંતસિહ ભાભોરે કોરોનાની મહામારીમા બધા લોકો એક થઇ તાલુકામા કામગીરી કરે કોરોના પોઝીટીવ દર્દીઓને આરોગ્ય વિભાગ તરફથી તાત્કાલીક સારવાર અપાય, વધુમા વધુ લોકો રસીકરણ કરાવે, સરપંચો અને તાલુકા પંચાયત સભ્યો ગામે ગામે દર્દીઓની દેખરેખ રાખે, ખબર અંતર પુછે. કોવિડ કેર પર લોકો માટે રહેવા જમવાની સારવારની ઉતમ સુવિધા ઉપલબ્ધ કરાવે, સરપંચો પોતાના ગામોમા દવાની કીટનુ વિતરણ કરે, ગામમા સાફ સફાઇ કરાવે, ગામમા સતત સેનેટાઇઝ કરતા રહે તે બાબતો ના સુચનો કરી તંત્રની સાથે રહી કોરોના દર્દીઓને હિમત મદદ આપી કોરોના મુકત ગામનુ નિમાણઁ કરવા કરવા જણાવ્યું હતુ. તાલુકામાથી ઝાયડસ હોસ્પિટલ મા દાખલ થયેલ દર્દીઓને આરોગ્ય વિભાગની સાથે રહી વિડીયો કોલિગથી વાત કરાવવા પણ જણાવ્યુ હતુ. ફતેપુરા તાલુકાના ફતેપુરા, સુખસરના સામુસિહ આરોગ્ય કેન્દ્રમા દર્દીઓ માટે સેન્ટરલાઇન નાખી ઓકસિજન સાથેની 30 – 30 બેડની સુવિધા તેમેજ તાલુકામા બે ઇમરજન્સી ICU વાન માટે 20 લાખની સાસંદ નીધી માંથી ગ્રાન્ટ ફાળવી તાત્કાલિક સુવિધા ઉભી કરવા અધિકારીઓને સુચના આપી હતી.