દાહોદ જિલ્લા ફ્રુટ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ફતેપુરા વેપારીઓની સરળતા રહે તે હેતુથી ફતેપુરા APMC ખાતે લાયસન્સના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ફતેપુરા તાલુકામાં વેપાર કરતા વેપારીઓની વાર્ષિક ૧૨ લાખનાં ટર્નઓવર ધરાવતા વેપારીઓએ ફ્રડ લાયસન્સ મેળવવાનુ હોય છે, ત્યારે વેપારીઓ સ્વેચ્છિક પોતાનું લાયસન્સ મેળવી લે તે માટે ફતેપુરા વેપાર એસોસિયેશન કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં ખોરાક અને ઔષધિ જિલ્લા અધિકારી જી.સી. તડવી તેમજ ફ્રુડ એન્ડ ડ્રગ્સ ઓફિસરોની ટીમ દ્વારા લગભગ ૮૦ થી ૮૫ નવીન લાયસન્સ બનાવી આપ્યા હતા. ફતેપુરા વેપારી એસોશીએશન સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ – ૨૦૦૬ મુજબ દરેક ફૂડ બિઝનેસ ધારકોએ ફરજિયાત લાયસન્સ અને રજીસ્ટ્રેશન મેળવી લેવાનું હોય છે. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા વડું મથક ન્યુ દિલ્હી ખાતે આવેલું છે. જેના નિયમો ધારાધોરણ હેઠળ રાજ્યમાં ફૂડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ એડમીનિસ્ટ્રેસન ની કચેરીઓ કાર્યરત છે. દાહોદ જિલ્લામાં પણ જિલ્લા સેવાસદન ખાતે કચેરી આવેલી છે. FSSAI ફૂડ લાયસન્સ અને રજીસ્ટ્રેશન વડું મથક ન્યુ દિલ્હી દ્વારા જનેરેટ થતાં હોય છે. અરજી ઓનલાઈન કરવાની હોય છે. જે ફૂડ બિઝનેસ ધારકોને વાર્ષિક ટર્નઓવર ૧૨ લાખ કરતા ઓછું હોય તેઓને ફૂડ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ મેળવવાનું હોય છે, અને જે ફૂડ બિઝનેસ ધારકોને વાર્ષિક ટર્નઓવર ૧૨ લાખ થી વધુ હોય તેઓએ ફૂડ લાયસન્સ મેળવવાનું હોય છે ત્યારે ફતેપુરા નગરના વેપાર એસોસિએશન દ્વારા કેમ્પનો લાભ લઈ મોટી સંખ્યામાં લાયસન્સ વેપારીઓએ મેળવ્યા હતા.
ફતેપુરા માર્કેટયાર્ડ હોલ ખાતે ફ્રુડ એન્ડ ડ્રગ્સના લાઇસન્સ માટેનો કેમ્પ યોજવામાં આવ્યો
RELATED ARTICLES