Thursday, December 5, 2024
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરા વાત્સલ્ય સ્કૂલ ઓફ નોલેજમાં શાળાના સુપર વાઇઝર વૈશાલીબેન પંડ્યા અને શિક્ષક...

ફતેપુરા વાત્સલ્ય સ્કૂલ ઓફ નોલેજમાં શાળાના સુપર વાઇઝર વૈશાલીબેન પંડ્યા અને શિક્ષક મિત્રોની ટીમ દ્વારા બાળકોને મોબાઇલથી તથા નુકશાન અને તેનાથી થતી આડઅસર વિશે શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી

વાત્સલ્ય સ્કૂલ ઓફ નોલેજમાં બાળકોને મોબાઇલથી તથા નુકશાન વિશે શાળાના સુપર વાઇઝર વૈશાલીબેન પંડ્યા અને શિક્ષક મિત્રોની ટીમ દ્વારા સુંદર અને સચોટ રીતે બાળકના માનસિક અસરથી મુકત થાય તે હેતુથી લાઈવ શોર્ટ ફિલ્મ ડૉ. સચિનભાઈ ની ઉપસ્થિતિમાં બાળકો સમક્ષ રજુ કરવામાં આવી કેટલાક પરિવારોમાં તો નાના બાળકો મોબાઈલ ફોનમાં શોશ્યલ મીડિયાના માધ્યમનો એવો ચસ્કો લાગ્યો જોવા મળે છે કે બાળકને જમાડતી વખતે મોબાઈલ ફોન ચાલુ હોય ત્યારે જ બાળક જમે છે

મોબાઈલ ફોનની લતના કારણે બાળક આક્રમક બની જાય છે. બાળકો જ્યારે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે ત્યારે મગજમાં, ડોપામાઈન અને એન્ડોફીન નામના ન્યૂરો ટ્રાનસમીટર વધુ સ્રાવ થાય છે. જેથી મગજને તેની આદત પડી જાય છે. મોબાઈલની લત લાગ્યા બાદ બાળકનો સ્વભાવ ચીડિયો બની જાય છે, ગુસ્સો આવે છે. વધુ પડતી સ્ક્રીન જોવાથી આંખોને નુકશાન થાય છે. મોબાઈલ ફોનથી બાળક બહારની દુનિયાથી વિખૂટું પડી જાય છે, સામાજિક પ્રવૃત્તિ ઓછી તથા બાળક એકલવાયું બની જાય છે અને ડિપ્રેશન અને એન્ઝાઈટીનો શિકાર બને છે. બાળકની સહનશક્તિ ઓછી થાય છે અને વારંવાર ગુસ્સે થવું ,આક્રમક થઈને તોડફોડ કરવી જેવા લક્ષણો જોવા મળે છે. માતા – પિતાએ આ બાબતે પોતાના બાળક ઉપર ધ્યાન રાખવાની સંપૂર્ણ જરૂર છે. તેવું કહેવામા આવ્યું હતું.

પ્રથમ તો માતા – પિતાએ રોલ મોડલ બનવું જોઈએ
વાલીઓએ મોબાઇલનો ઉપયોગ જોઇતા પૂરતો જ કરવો જોઈએ.
કેટલીક ઉત્તેજક,હિંસાત્મક ગેમ્સ કે એપ્લિકેશન મોબાઈલમાં રાખવી જોઈએ નહિ
બાળકને મોબાઈલ આપવાનો ટાઈમ નક્કી કરવો જોઈએ
બાળક મોબાઈલમાં શું કરે છે માતા -પિતાને ધ્યાન હોવું જોઈએ.
વાલીઓએ પોતાના બાળકો માટે સમય ફાળવી બાળકોને વાસ્તવિક સામાજિક અને ધાર્મિક વિસે જ્ઞાન આપવું જોઈએ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments