ફતેપુરા તાલુકાની વાર્તા સ્પર્ધા BRC ભવન ફતેપુરા ખાતે યોજાઈ હતી. જેમાં ત્રણ વિભાગમાં વાર્તા સ્પર્ધા યોજાઈ. ત્રણેય વિભાગમાં 23 ક્લસ્ટર માંથી 69 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
ફતેપુરા BRC કોર્ડીનેટર મુકેશકુમાર પટેલના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાની બાળવાર્તા સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ફતેપુરા તાલુકાના CRC, આચાર્યો અને શિક્ષકો મોટી સંખ્યામાં પોતાની શાળાના બાળવાર્તા સ્પર્ધકોને સાથે લઈ કાર્યક્રમમાં હાજર રહ્યા. દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને જ્યારે ત્રણેય વિભાગમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થીઓને વિશેષ પ્રોત્સાહન અને ઈનામ આપી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી.