ફતેપુરા તાલુકામાં MGVCL દ્વારા ઉતરાયણ પર્વને લઈને લોકોને જાગૃત કરવામાં આવે છે ત્યારે ફતેપુરા તાલુકાના કોમલ વિદ્યાલય ખાતે MGVCL ના ઇજનેર એમ.કે. ચૌધરી દ્વારા બાળકોને ઉતરાયણ પર્વ નિમિત્તે સાવધાની રાખવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉતરાયણ પર્વને લઈને વારંવાર વીજ પ્રવાહ દ્વારા અકસ્માત સર્જાઇ રહ્યા છે.
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે જેને અનુલક્ષીને મધ્ય ગુજરાત વીજ કંપનીના ફતેપુરા તાલુકાના નાયબ ઈજનેર એમ.કે. ચૌધરી દ્વારા એડવાઈઝરીના ભાગરૂપે ફતેપુરા કોમલ વિદ્યાલય ખાતે નાના નાના બાળકોને ઉતરાયણ પર નિમિત્તે શું શું કાળજી લેવી અને શું શું ધ્યાન રાખવું તે સંદર્ભે બાળકો સાથે ચર્ચા વિચારણા કરી હતી ઉતરાયણ પર્વ નિમિત્તે તમારા ઘર – મકાન આગળ કે અગાસી ઉપરથી પસાર થતા વીજ વાયરને અડકવું નહીં, વીજ પોલ ઉપર ચડી પતંગ કાઢવી નહીં, વિધુત વાહક ચીજ વસ્તુની પતંગ સાથે બાંધીને ચગાવી નહીં નાયલોન દોરીનો ઉપયોગ કરવો નહીં તમારી જીવને જોખમમાં મૂકી ઉતરાયણ પર્વની ઉજવણી કરવી નહીં જેવી બાબતો ઉપર બાળકોને માર્ગદર્શન આપી સમજાવવામાં આવ્યા હતા.