Wednesday, October 30, 2024
Google search engine
HomeLimkheda - લીમખેડાફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ અને જિલ્લા સેવા સદન દાહોદ દ્વારા લીમખેડા તાલુકાના દુધિયા...

ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ અને જિલ્લા સેવા સદન દાહોદ દ્વારા લીમખેડા તાલુકાના દુધિયા ગામમાં પાણીપુરી વિક્રેતા તથા અન્ય ખાદ્યચિજનો ધંધો કરતા આશરે ૭૦ જેટલા વેપારીઓને ત્યાં સઘન ચેકીંગ હાથ ધરાયું

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, જીલ્લા સેવા સદન દાહોદ દ્વારા હાલમા પાણીજન્ય રોગો ન થાય તેની તકેદારીના ભાગરૂપે દાહોદ જિલ્લામા પાણીપુરી વિક્રેતા તથા અન્ય ખાદ્યચિજનો ધંધો કરતા આશરે ૭૦ જેટલા વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામા આવેલ. જે તપાસ દરમ્યાન આશરે ૫૦-૬૦ કીલોગ્રામ જેટલા અખાદ્ય પદાર્થનો સ્થળ પર જ નાશ કરવામા આવેલ અને તેમાંથી ૨૨ જેટલા વિક્રેતા પાસેથી ૧૪ પાણીપુરીના પાણીના નમુના તથા ૮ અન્ય ખાદ્યચીજના નમુના પૃથ્થકરણ અર્થે લઈ લેબોરેટરીમા મોકલી આપેલ અને તમામ વિક્રેતાઓને સાફ સફાઈ જાળવવા સુચના આપવામા આવેલ, વધુમા ખાદ્યચિજો સાથે સંકળાયેલ તમામ લારી ગલ્લા વેપારીઓની સાફ સફાઈ તથા ગુણવત્તા અંગેની તપાસ ઝુંબેશ સતત ચાલુ રહેશે.

વધુમા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, જીલ્લા સેવા સદન, દાહોદના ફુડ સેફ્ટી ઓફિસરએ કમલેશપુરી કિશનપુરી ગોસ્વામી (નમુનો વેચાતો આપનાર અને પેઢીના માલીક) નીલકંઠ ડેરી એન્ડ આઈસક્રિમ, દુધીયા ચોકડી, દુધીયા, તા- લીમખેડા, જિ-દાહોદ. પાસેથી પનીર (લુઝ) નો નમુનો લઈને પૃથ્થકરણ કરવા માટે મોકલી આપેલ જે નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતા એડજ્યુડીકેટીંગ ઓફીસર અને નિવાસી અધિક કલેક્ટર સાહેબ, દાહોદનાઓની કોર્ટમા કેસ દાખલ કરેલ હતો. જે કેસ ચાલી જતા તા.૧૬/૦૭/૨૦૨૪ ના રોજ ચુકાદો આવેલ અને સામાવાળાને આવો સબસ્ટાન્ડર્ડ પનીર વેચવા બદલ રૂપીયા ૧૫૦૦૦/- નો દંડ કરવામા આવેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments