GIRISHBHAI PARMAR – GARBADA (JESAVAD)
દાહોદ જિલ્લાના બાવકા ગામમાંથી જોહાધેડ, લીમની બારી તેમજ વડઘાંટી ફળીયામાંથી પસાર થતા રસ્તાની હાલત ફંફોડી છે. વડઘાંટી ફળીયામાંથી પસાર થતા લોકો પોતાના જીવન નિર્વાહ માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે આ રસ્તો બન્યાને પંદર – પંદર વર્ષ વીતી ગયા પણ અત્યારે રસ્તાની હાલત એવી છે કે બાઈક સવારની બાઈક ચોમાસામાં રસ્તા પર થયેલ કાદવમા ગરકાવ થઇ જાય છે. તેવી પરિસ્થિતિ હાલમાં જોવા મળે છે રસ્તા પર ચાલીને આવતા ગ્રામજનો તેમજ શાળાએ ભણતાં વિદ્યાર્થીઓને પણ ઘૂંટણ સમા કાદવમાં ગરકાવ થઇ આ રસ્તા પરથી પસાર થવું પડે છે. જયારે આ વડઘાંટી ફળીયામાં કોઈ ઈમરજન્સી કેશ જેમકે ડિલિવરી પેશન્ટ કે અન્ય કોઈ આકસ્મિક બીમારી માટે ૧૦૮ ઈમરજન્સી વાહન પણ આવી શકે તેમ નથી. તેવી આ રસ્તાની પરીસ્થિતિ અત્યંત ગંભીર છે. આ રસ્તા બનાવવા માટે અનેક વાર અધિકારીઓ તેમજ બાવકા ગ્રામ પંચાયતમાં રજૂઆતો કરવા છતાં સરપંચ તેમજ વહીવટી તંત્રનુ પેટમાંનુ પાણી હાલતું નથી
સરકાર દ્વારા દરેક ગામના ફળિયામાં શૌચાલય બનાવી આપવાની વાત કરે છે પણ બાવકા ગામના વડઘાટી ફળીયામા આજ દિન સુધી કોઈ પણ શૌચાલય બનાવેલ નથી અને સરપંચ દ્વારા આ ફળીયામાં કોઈ પણ જાતની સહાય અપાવેલ નથી. વધુમાં ગ્રામ વાસીઓને મળતી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી અન્ય સહાય ની જાણ પણ થવા દેતા નથી માટે બાવકા ગામના વડઘાટી ફળીયાના લોકો સાથે ભારે અન્યાય કરવામાં આવી રહ્યો છે. તેથી વડઘાટી ફળીયાના લોકો રોડ તેમજ શૌચાલય બનાવવાની કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તેવી લોક માંગ કરાઈ છે.