NILKANTH VASUKIYA – VIRAMGAM
– સ્ટોન ના અદભુત હિંડોળા ના દર્શન કરવા ભક્તો ઉમટ્યા
અમદાવાદ જિલ્લાના બાવળામાં ધોળકા રોડ ઉપર આવેલ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે. સંસ્થાના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિય દાસજી સ્વામીજીમહારાજની પ્રેરણા થી સંતો ભક્તો વિવિધ વસ્તુઓ થી હિંડોળાની સજાવટ કરી ભગવાનને હિંડોળે ઝુલાવવામાં આવે છે. તે અંતર્ગત સ્ટોનના અદભુત હિંડોળાના દર્શન કરવા ખુબ જ મોટી સંખ્યામાં ભક્તો આવી રહયા છે.