
![]()
PIYUSH GAJJAR – VIRAMGAM
વિરમગામ શહેરમાં ગરાસિયા રાજપુત સમાજ સુવર્ણ જ્ઞાતી બિનઅનામત વર્ગમા આવે છે તેમજ રાજપુત સમાજમા શૈક્ષણિક બાબતે થતો ભેદભાવ રાખવામાં આવે છે કે અનામત વર્ગનો ઉમેદવાર અનામત બિનઅનામત વર્ગમા ઉમેદવાર તરીકે નોકરી મેળવી શકે, બિનઅનામત વર્ગનો ઉમેદવાર અનામત વર્ગમા નોકરી મેળવી શકતો નથી.
આથી બિનઅનામતની જગ્યાઓ પર ભેદભાવવાળું વલણ દાખવામા આવે છે. જે ભારતમા “સમાન નાગરીક સમાન હક” ના નીયમનુ ઉલ્લંઘન થાય છે. તેથી ભેદભાવવાળી નીતી દૂર કરી અનામત કક્ષાના ઉમેદવાર જ ફક્ત અનામતમાં જ અને પ્રવેશ, નોકરી, લાભો મળે તે માંગ સાથે વિરમગામ પંથકના 200 થી વઘુ રાજપુત સમાજ સંઘના લોકોએ સભા યોજી શહેરના ગોલવાડી દરવાજા બહારથી સેવાસદન ખાતે બાઇક રેલી યોજી, નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપ્યુ હતું.
ઉલ્લેખનીય છે કે રાજપુત વિકાસ સંઘના આ કાર્યક્રમમાં ગુજરાતમાંથી રાજપુત આયોગ મંચના સ્થાપક ડો.કલ્યાણસિંહ ચંપાવત, પૂર્વ ઘારાસભ્ય જોરૂભા ચૌહાણ, બળવંત વાઘેલા, દિગુભા ઝાલા, યુવરાજસિંહ ઝાલા તેમજ વિરમગામ ગરાસિયા રાજપુત વિકાસ સંઘના લાલુભા ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.


