ALPESH TRIVEDI – DHORAJI
જામકંડોરણા પોલીસ સ્ટેશનમાથી મળતી માહીતી મુજબ PSI વી.આર.ખેર, ASI પી.જી.ઝાલા, PC અજીતભાઈ ગંભીર, રવીરાજસીહ જાડેજા, તૌફીકભાઈ મલેક વગેરે પોલીસ સ્ટાફ રાયડી બીટમા પેટ્રોલીગ કરી રહ્યા હતા ત્યારે PC રવીરાજસીહ જાડેજાને ખાનગી રાહે બાતમી મળી કે અડવાળ ગામનો હરપાલસીહ પ્રવિણસીહ જાડેજા નામનો શખ્સ પોતાની મોટર સાઈકલ લઈ વીદેશી દારૂનો વેપલો કરવા આવે છે. આ બાતમીના આધારે રાયડી ગામ પાસે હરપાલસીહને દબોચી લેવા PSI વી.આર.ખેરે વોચ ગોઠવી હતી અને રાત્રીના ૧૦ વાગ્યેના સમયે હરપાલસીહ પોતાના કબ્જા વાળુ મોટરસાઈકલ (યામાહા) નંબર GJ 12 DE 5714 લઈ રાયડી ગામ પાસે પસાર થતા પોલીસે પકડી પાડ્યો અને હરપાલસીહની તલાસી લેતા રોયલ સ્ટેજની ૨ બોટલ મળી આવી.હતી વી.આર. ખેરે હરપાલસીહની આગવી ઢબે પુછપરછ કરતા પોલીસને જાણવા મળીયુ કે અડવાળ ગામમા શ્મશાનના ધાબા ઉપર બીજી ૯૬ બોટલ ઈગ્લીસ દારૂ વેચવા માટે સંતાડેલી છે PSI ખેર અને સ્ટાફ દ્વારા અડવાળ ગામના શ્મશાન ધાબા ઉપર જઈ વીદેશી દારૂ નો કબ્જો કર્યો છે ૯૮ બોટલ ઈગ્લીશ દારૂ કી. રૂ. ૨૯,૪૦૦ મોટરસાઈકલ મળી કુલ ૫૯,૪૦૦ નો મુદામાલ હરપાલસીહ ની ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે દારૂ નો જથ્થો ક્યા થી લઈ આવ્યો છે ? કોને કોને વહેચીયો છે ? તેમની વીગતો મેળવવા કોર્ટમા રજુ કરી રીમાન્ડની માગણી કરી હતી, કોર્ટે ૨૪ કલાકના રીમાન્ડ મંજુર કર્યા છે.