Saturday, December 28, 2024
Google search engine
HomeGarbada - ગરબાડાબોલેરો ગાડીમાં લઈ જવાતો ₹ ૫૬૪૦૦/- ની કિંમતનો બીયરનો જથ્થો ઝડપી પાડી...

બોલેરો ગાડીમાં લઈ જવાતો ₹ ૫૬૪૦૦/- ની કિંમતનો બીયરનો જથ્થો ઝડપી પાડી બોલેરો ગાડી સહિત ₹ ૪૫૬૪૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરતી ગરબાડા પોલીસ.

priyank-passport-photo-new

logo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN – GARBADA

ગરબાડા પોલીસે મળેલ બાતમીના આધારે બોલેરો ગાડીમાં લઈ જવાતો ૫૬૪૦૦/- ની કિંમતનો બીયરનો જથ્થો ઝડપી પાડી બોલેરો ગાડી સહિત ૪૫૬૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. જ્યારે બીયરના જથ્થાની ખેપ મારનાર ઇસમ નાસી છૂટવામાં સફળ થયેલ છે.

પોલીસ સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર, ગરબાડા પીએસઆઈ આર.બી.કટારાને  બાતમી મળેલ હતી કે, પાટીયા ગામનો કમલેશભાઈ બદીયાભાઈ પરમાર એમ.પી.માંથી એક બોલેરો જીપમાં ઇંગ્લિશ દારૂ ભરીને લઈને આવે છે તેવી બાતમીના આધારે ગરબાડા પીએસઆઈ આર.બી.કટારા તેમના સ્ટાફના માણસો સાથે રાખી તારીખ.૦૮/૦૩/૨૦૧૭ ના રોજ રાત્રીના ૧૧ કલાકથી નિમચ ચોકડી ઉપર નાકાબંધીમાં હતા તે દરમ્યાન એમ.પી. તરફથી બાતમી વાળી બોલેરો જીપ આવતા પોલીસે બેટરીમારી જીપ ઊભી રાખવા ઇશારો કરતાં પરંતુ જીપ ઊભી રાખેલ નહીં અને જીપ લઈને ભગતા ગરબાડા પોલીસે તે જીપનો પીછો કરતાં પાટીયા નેળ ફળિયામાં જીપ મૂકી નાસવા જતા પોલીસને જીપના અજવાળે તે ઇસમ કમલેશભાઈ બદીયાભાઈ પરમાર હોવાનું ઓળખાઈ આવતા પોલીસે તેને ઊભો રહેવા બુમો પડતા પણ તે ઊભો રહેલ નહીં અને ત્યાથી નાસી ગયેલ.

પોલીસે બોલેરો જીપ જીજે.૦૯.બીએ.૨૩૨૫ માં તલાસી લેતા જીપમાંથી ખાખી પુઠાના ૪૭ બોક્સ મળી આવેલ તેમાં તપાસ કરતાં તે તમામ બોક્સમાંથી બ્લેક ફોર્ટ સુપર સ્ટ્રોંગ બીયર સોમ ડીસલરીઇસ એંડ બીવએસ રોજરચોક ડી.રાયસન એમપીના લેબલ માર્કાવાળી બીયરની ૬૫૦ મીલીની બોટલ નંગ.૫૬૪ જેની કિંમત ૫૬૪૦૦/- નો બીયરનો જથ્થો મળી આવતા ગરબાડા પોલીસે ૫૬૪૦૦/- નો બીયરનો જથ્થો તથા ૪૦૦૦૦૦/- ની કિંમતની બોલેરો જીપ નં. જીજે.૦૯.બીએ.૨૩૨૫ સહીત ૪૫૬૪૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે જે તસવીરમાં નજરે પડે છે.

આ બાબતે ગરબાડા પોલીસ સ્ટેશનના એએસઆઈ ઈશ્વરભાઈ બાદરભાઈએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં કમલેશભાઈ બદીયાભાઈ પરમાર વિરુધ ફરીયાદ નોંધાવતા ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૦/૧૭ પ્રોહી કલમ.૬૬(૧)(બી), ૬૫ઇ મુજબ કમલેશભાઈ બદીયાભાઈ પરમાર વિરુધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments