દાહોદ જીલ્લા તેમજ જીલ્લા બહાર છેલ્લા એક વર્ષથી ડી.વાય.એસ.પી. ઝાલા, પી.આઈ. સોલંકી, પી.આઈ. ચૌધરીની પોલીસ અધિકારીની ઓળખ આપી રાજકીય વગ ધરાવતા ભાજપ પ્રમુખ/ઉપપ્રમુખ કાર્યકર્તાઓના મોબાઈલ ફોન ઉપર વાત દીકરા પ્રવાસ જવાનું તેમજ મેડીકલની ફી ભરવાનું કહી આંગંડિયા પેઢીમાં પૈસા નાખવી ઠગાઈ, વિશ્વાસઘાત કરતા હોવાનું જાણવા મળેલ છે. અને જેઓ વિરુદ્ધ દાહોદ દાહોદ ટાઉન, દેવગઢ બારીયા, ઝાલોદ પો.સ્ટે.માં ગુન્હા રજીસ્ટર થયેલ આ બાબતે ઉચ્ચ અધિકારી સુધીની રજૂઆત થયેલ અને આવી એમ.ઓ.વાળી ગેંગને તાત્કાલિક ઝભ્ભે કરવા પોલીસ અધિક્ષક મનોજ નીનામાએ એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. એચ.પી. પરમારને સુચના કરેલ છે.
તે દરમિયાન દેવગઢ બારીયાના માજી પ્રમુખ મહેશ બાલવાણીને પણ આવી મોડસ ઓપરેન્ડી થી ફોન આવેલો અને આંગડીયામાં 150000 રૂપિયા હિંમતનગર ખાતે મોકલાવવા જણાવેલ આ હકીકતની જાણ મહેશ બાલવાણીએ દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષક મનોજ નીનામાને કરતા તેઓએ હિંમતનગર પોલીસ સાથે સંયુક્ત રીતે છટકું ગોઠવી હિંમતનગર બાબુ કાંતિ આંગડીયાની પેઢીના બહારથી આ પાંચે ઠગને તેમના મુખ્ય સુત્રધાર વિનોદ સાથે ઝડપી પાડેલ
આ કાવતરાનો મુખ્ય સુત્રધાર વિનોદ ચીમનભાઈ પટેલ ઉર્ફે વીનું પટેલ અને તેના સાથે બીજા ચાર અન્ય સાથીઓ ભરતસિંહ ચતુરસિંહ પરમાર, હિતેશ ઈશ્વર પટેલ, શ્રીપદ ભરતભાઈ પટેલ અને વિપુલ જેઠાલાલ પટેલ એ મળીને આ કાવતરાને અંજામ આપ્યો હતો આ તમામ ઠગો અમદાવાદ ખાતેના ભાજપના કાર્યાલયમાંથી રાજકીય આગેવાનોના નંબર મેળવી તેઓના મોબાઈલ પર હું ડી.વાય.એસ.પી. ઝાલા, પી.આઈ. સોલંકી, પી.આઈ. ચૌધરી હોદ્દા ધારણ કરી અલગ-અલગ વ્યક્તિઓ સાથે મોબાઈલ ફોનથી વાતચીત કરી પોતાની આવી ઓળખાણ આપી પોતાના દીકરાને પૈસાની તાત્કાલિક જરૂરીયાત હોય આપવામાટે બાબુ કાંતિ આંગડીયા પેઢી મારફતે પૈસા મેળવી કલાક અડધા કલાકમાં તે પૈસા પરત આપવાનું કહી વિશ્વાસમાં લઇ તે પૈસા મેળવી પરત નહિ આપી મોબાઈલ ફોન બંધ કરી દેતા ભાજપના અગ્રણીઓ ઠગાયાની ખબર પડતા ઉપરના પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરીકરવામાં આવી હતી.
વિનોદ ચીમનભાઈ પટેલ રહેવાસી નિસર્ગ બંગ્લોજ મહાદેવ નગર, રબારી કોલોની, અમદાવાદ મૂળ રહેવાસી અમીદપુરા તા.જી. પાટણ આ કાવતરાનો મુખ્ય સુત્રધાર અગાઉ અમદાવાદમાં મહા ગુજરાત જનતા પાર્ટીના વસ્ત્રાલ વોર્ડના કોર્પોરેટ તરીકે ચુંટણીમાં ઉભા રહેલ જેમાં હારી ગયેલ ત્યારબાદ ભાજપ પક્ષમાં સક્રિય કાર્યકર્તા તરીકે પાર્ટીના કાર્યક્રમોમાં હાજર રહેતો હતો. આ કાવતરાખોર લોકોને દાહોદ પોલીસ અધિક્ષક મનોજ નીનામા ની સુચના મુજબ એલ.સી.બી. દાહોદને ડી.વાય.એસ.પી.ઝાલાની ઓળખ આપી રાજકીય વગ ધરાવતા ભાજપ પાર્ટીના પ્રમુખ કાર્યકર્તાનાઓને ઠગી પૈસા પડાવતી સભ્યોને પકડવામાં સફળતા મળેલ છે.
આ ઠગોએ દાહોદના એક માજી કાઉન્સીલર, એક MLM કંપની સાથે જોડાયેલા પત્રકાર તેમજ ઝાલોદ પાલિકાના પ્રમુખને પણ આવી રીતે છેતર્યા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળેલ છે.