PIYUSH GAJJAR – VIRAMGAM
ભારતીય જનતા પાર્ટીમાં વિસ્તારક યોજના અંતર્ગત પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દેશભરમાં ગામડે ગામડે અને ઘરે ઘરે ફરી લોકો અને બૂથ લેવલનાં કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી ચૂંટણી લક્ષી કામગીરીનુ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, જેના ભાગરુપે અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાની ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી વિસ્તારક તરીકે બુથની મુલાકાત લીઘી હતી. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ દેત્રોજના શ્રી રબારી ધર્મ ગુરૂ ગાદીના મહંત શ્રી લખીરામ બાપુની મુલાકાત લીધી અને આશીર્વાદ લીધા બાદ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સભા સબોધતા તાલુકાના વિસ્તારકો અને કાર્યકરોને કઇ રીતે કાર્ય કરવુ એની માહિતી આપી હતી અને તાલુકાના વિસ્તારકોએ ચાર દિવસમાં શું કાર્ય કર્યુ એની માહિતી મેળવી હતી.
ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી વિસ્તારક બુથ તરીકે દેત્રોજની મુલાકાત લીઘી હતી. દેત્રોજમા ઘરેઘરે જઇને બુથ વિસ્તારક તરીકે લોકોની મુલાકાત લીઘી હતી. જ્યારે દેત્રોજ ના બુથ પ્રુમુખ તેમજ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. જ્યાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ગઇ કાલે સંતો દ્વારા ઉપવાસમાં કોંગ્રેસના આગેવાનો પત્થરો મારવા આવે અને વિરોઘ કરે છે. આ ગૌહત્યારી કોંગ્રેસ છે. ગાય માતાની હત્યા કરનારી કોંગ્રેસ છે.
ગઇ કાલે અમદાવાદના સોલા ખાતે ઉપવાસ ઘરણા દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓએ કરેલા બેનરો સાથે વિરોઘને સાખી નહી લેવાય તેવું જણાવ્યું હતું. વઘુમાં આ બુથ વિસ્તારક કાર્યક્રમ માં પ્રદિપસિંહ વાઘેલા, જિલ્લાના પ્રમુખ આર. સી. પટેલ, જે.જે.પટેલ, નવદિપ ડોડીયા, યોગેશ પટેલ, એન.કે.પટેલ સહિત માંડલ, દેત્રોજ સહિત પંથકના ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.