PRAVINBHAI KALAL – FATEPURA
ભારતીય કિસાન સંઘ દ્વારા ફતેપુરા મામલતદારને આવેદન આપેલ કે ફતેપુરાના વેપારીઓ માર્કેટયાર્ડમાં બેસતા જ નથી આ બાબતે બે – બે વાર આવેદનો ખેડૂતો દ્વારા આપવામાં આવેલ છે અને માર્કેટયાર્ડમાં પણ માહિતગાર કરવામાં આવ્યા છે. અમો ગરીબ ખેડૂત વર્ગનું શોષણ થાય છે ૨૨ કિલો અનાજ લઇ 20 કિલોના પૈસા આપે છે આવી ઘણી ખરી બાબતો છે. ફતેપુરામાં અનાજ ખરીદનાર વેપારી છૂટાછવાયા, રસ્તાઓ ઉપર અને અમુક વેપારીઓ ઘરે બેસી અનાજ ખરીદે છે તેઓને માર્કેટ યાર્ડ માં દુકાનો બનાવી આપેલ છે અને ગોડાઉનો પણ આપેલ છે છતાં તેઓ બેસતા તેઓને સૂચિત કરવા અને પોષણ ભાવ ખેડૂતોને મળી રહે તે માટે બધા ખેેેડૂતો ભેગા થઈને મામલતદાર ફતેપુરને આપ્યું આવેદનપત્ર
જે વેપારીઓ માર્કેટયાર્ડમાં ના બેસે તેઓનું લાયસન્સ અને માર્કેટયાર્ડ નું સભ્ય પદ જ રદ કરવું નવું ખાનગી માર્કેટયાર્ડ ચાલુ કરવા વેપારીઓને મંજૂરી ન આપવી, ખાતરના વેપારીઓ દ્વારા મનમાનીતા ભાવ લેવાય છે અને દુકાને ભાવ પત્રક પણ લગાવતા નથી, આમ એગ્રોની દુકાનવાળાને નક્કી કરેલા ભાવ પ્રમાણે ખેડૂતોને ખાતર મળી રહે અને સર્ટીફાઇડ બિયારણ મળી રહે એવી સખત માગણી ખેડૂતોની છે
તલાટીઓ દ્વારા પાણી પત્રક કરવામાં આવતા નથી તે બાબત ખેડૂતોને પાક વીમો અને કૃષિ ધિરાણ વ્યાજ માફ કરવા ખેડૂતોની માંગ છે. ઉજ્વલા યોજનામાં લાભાર્થીઓને સબસીડી આજ દિવસ સુધી લાભાર્થીઓના ખાતામાં જમા થયેલ નથી, ફતેપુરા તાલુકાના ડેમનુ પાણી સિંચાઈ માટે મળી રહે તેવી સખત માંગ આવી બાબતોને લઇ ગરીબ ખેડૂતો આત્મવિલોપન કરી રહ્યા છે તેઓને વહારે સરકાર આવે અને સાંભળે એવી ભારતીય કિશાન સંઘની માંગો છે. માર્કેટયાર્ડ બાબતે જો વેપારીઓ માર્કેટયાર્ડમાં બેસાડવામાં ના આવે તો કિસાન સંઘ અને ખેડૂતો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે એવી ખેડૂતો અને સંઘની ની ચીમકી છે.