PRIYANK CHAUHAN GARBADA
ગતરોજ નમતી સાંજે ભારે વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ વરસતા દાહોદ-ગરબાડા વચ્ચે પસાર થતાં નેશનલ હાઇવે ઉપર નાનીખરજ પાસે વૃક્ષો રસ્તા ઉપર ધરાશયી થઈ ગયા હતા જેને કારણે વાહન વ્યવહારને વ્યાપક અસર થઈ હતી. વૃક્ષો રસ્તા ઉપર ધરાશયી થવાને કારણે દાહોદ ગરબાડા વચ્ચેનો વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ ધરાશયી થયેલ વૃક્ષોને રાત્રિના સમયે સ્થાનિક રહીશો દ્વારા કાપીને રસ્તો ખુલ્લો કરવામાં આવતા વાહન વ્યવહાર પુનઃ શરૂ થયો હતો અને ધરાશયી થયેલા વૃક્ષોને રસ્તા ઉપરથી હટાવવાની કામગીરી સવારમાં જેસીબી મશીન કામે લગાડી શરૂ કરવામાં આવી હતી. તેમજ ભારે વાવાઝોડાના પગલે બીજી અનેક જગ્યાએ પણ વૃક્ષો ધરાશયી થયા હતા. વૃક્ષો રસ્તા ઉપર પાડવાના કારણે કોઈપણ જાતની જાનહાનિ કે જાનમાલને નુકશાન થયેલ હોય તેવું જાણવા મળેલ નથી.