Priyank Chauhan Garbada
આજરોજ તારીખ.૦૩/૦૭/૨૦૧૬ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે માન.મંત્રી, શિક્ષણ,અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો, વૈધાનિક અને સંસદીય બાબતો ગુજરાત સરકાર અને દાહોદ જિલ્લા પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે ગરબાડા (નવા ફળિયા),જાંબુઆ રોડ ખાતે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન (RMSA) અંતર્ગત મોડેલ સ્કૂલ, ગરબાડા અને ગર્લ્સ હોસ્ટેલ ગરબાડાના નવનિર્મિત ભવનોનો લોકાર્પણ વિધિ તથા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ સંચાલિત સરકારી વિનયન કોલેજ ગરબાડાનો શુભારંભ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના મત્સ્યોધ્યોગ, વન અને પર્યાવરણ વિભાગના રાજ્ય કક્ષાના માન.મંત્રી બચુભાઈ ખાબડ ઉપસ્થિત રહ્યા હતા તથા દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર, સંગઠન પ્રભારી અમિતભાઈ ઠાકર વિગેરે મહાનુભાવો તથા દાહોદ જિલ્લા કલેક્ટર લલિત પાડલીઆ, જિલ્લા શિક્ષણાધિકારી તેમજ બીજા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાબ્દિક સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું હતું ત્યાર બાદ મંચસ્થ બિરાજમાન મહાનુભવોનું પોષણ સામગ્રીથી અભિવાદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તે પોષણ સામગ્રી મંચસ્થ બિરાજમાન મહાનુભવોના હસ્તે આંગણવાડીની બહેનોને અર્પણ કરવામાં આવી હતી. અજીતસિંહ રાઠોડ દ્વારા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને સાફો પહેરાવી તીર કામઠું અર્પણ કરવામાં આવ્યું હતું.
જશવંતસિંહ ભાભોરે પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરી જણાવ્યુ હતુ કે, ગરબાડા તાલુકાનાં દીકરા દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટે નવી કોલેજનો શુભારંભ અને નવી મોડેલ શાળા અને ગર્લ્સ હોસ્ટેલ તે બંને પાંચ કરોડથી વધુ રકમના ખર્ચે આ તાલુકાની જનતાને આજે અર્પણ કરીયે છીએ તેમજ ગરબાડા તાલુકાનાં બધા દીકરા દીકરીઓ માટે ઘર આંગણે કોલેજ ખોલવા બદલ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબનો આભાર માન્યો હતો. માન.મંત્રી બચુભાઈ ખાબડે પણ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરી કોંગ્રેસ સામે પ્રહારો કરી કોંગ્રેસને આડે હાથે લીધી હતી.
મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરી જણાવ્યુ હતું કે, ગોધરા-દાહોદને સરકારી ચોપડે પછાત લખવામાં આવે છે. મારે પાંચ વર્ષની અંદર આ જિલ્લામાં રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ, ખેતીનું- પીવાનું પાણી અને મૂળભૂત જરૂરિયાત શિક્ષણની વ્યવસ્થા કરીને આવતા પાંચ વર્ષની અંદર મારો દીકરો દીકરી રોજગારી મેળવે મારો ખેડૂત ખેતી કરે ધંધા રોજગાર અને અન્ય જિલ્લાઓની હરોળમાં જે ખેડા આણંદ હોય મહેસાણા,સાબરકાંઠા એ જિલ્લાઓની હરોળમાં મારે ગોધરા અને દાહોદને મૂકવા છે એના ભાગરૂપે પહેલી જરૂરિયાત શિક્ષણની છે તેમજ વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, હિન્દુસ્થાનમાં આ એકજ સરકાર એવિ છે કે જે માનવીય વહીવટ કરે છે. તમે જોયું કે, ધાત્રી, સગર્ભા બહેનોને પોષક આહાર આપવાની વાત કરી જે માનવીય વ્યવહાર છે. તેમ વિગેરે તેમના ઉદબોધનમાં જણાવ્યુ હતું ત્યારબાદ કાર્યક્રમના સમાપન આભારવિધિ બાદ મહાનુભવોના હસ્તે મોડેલ સ્કૂલ તથા હોસ્ટેલના પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટી દ્વારા તલાટિ ભરતી કૌભાંડને મુદ્દે ગરબાડા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાના ઘર આંગણે મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેને લઈને ગરબાડા પોલીસે ગરબાડા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા, માજી દાહોદ સાંસદ પ્રભાબેન તાવીયાડ, દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિરીટભાઈ પટેલ, દાહોદ ધારાસભ્ય વજુભાઈ પણદા, દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ભુરિયા સહિત ૩૭ જેટલા કોંગ્રેસના આગેવાનોને ડિટેન કરી ગરબાડા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા અને કાર્યક્રમ સમાપ્ત થયા બાદ આ તમામ કોંગ્રેસી આગેવાનોને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.
ગર્લ્સ હોસ્ટેલ ગરબાડાના મકાન બાંધકામની માહિતી : શિયાળાની ઋતુમાં સોલર વોટર હીટર દ્વારા ગરમ પાણીની સુવિધા, પીવાના પાણી માટે વોટર કુલર, કન્યાઓને રહેવા માટેના ૨૫ રૂમ, વાલી મુલાકાતી માટે ૧ રૂમ,લાઈબ્રેરી-૧, ઓફિસ રૂમ-૧, વોર્ડન રૂમ-૧, ડાઈનિંગ રૂમ-૧, ટોઇલેટ-૧૮, અંડરગ્રાઉંડ પાણીના સ્ટોરેજ માટેના સમ વિગેરે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
|