પ્રજાના પ્રશ્નોનો ઝડપી નિરાકરણ આવે તેના માટે ગુજરાત સરકાર જુદા જુદા કાર્યક્રમો ચલાવે છે. ફરિયાદ નિવારણ કાર્યક્રમ “સ્વાગત”ના નામે ચાલે છે જેમાં કેટલીક વાર તો પ્રજાનાં પ્રશ્નો છેક મુખ્યમંત્રી સુધી પહોંચતા હોય છે. તેવી રીતે કેન્દ્ર સરકારે કોઇપણ માહિતી મેળવવા માટે રાઇટ ટુ ઇનફર્મેશનનો કાયદો પણ બનાવ્યો છે. તેવા સમયે ગુજરાત સરકારે આવો એક નવો કાર્યક્રમ “લોક સંવાદ સેતુ” ના નામે થોડા સમય પહેલા શરૂ કર્યો છે.
લોક સંવાદ સેતુ કાર્યક્રમ અંતર્ગત ગરબાડા તાલુકાનો લોક સંવાદ સેતુ કાર્યક્રમ આજરોજ તારીખ ૩ એપ્રિલના રોજ મંત્રી શહેરી ગૃહ નિર્માણ (સ્વતંત્ર હવાલો), આરોગ્ય, પરિવાર કલ્યાણ અને વાહન વ્યવહાર (રાજ્ય કક્ષા) મંત્રી શંકરભાઇ ચૌધરીના અધ્યક્ષ સ્થાને ગરબાડા મામલતદાર ઓફિસ ખાતે સવારે ૧૦:૦૦ કલાકે યોજાયેલ હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય મંત્રી આદિજાતિ વિકાસ (રાજય કક્ષા) કાંતિભાઈ ગામીત ઉપસ્થિત રહ્યા હતા તથા દાહોદના સાંસદ જશવંતસિંહ ભભોર, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, નાયબ પોલિસ અધિક્ષક તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગરબાડા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા, દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ, ગરબાડા તાલુકા પંચાયતના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ લોક સંવાદ સેતુ કાર્યક્રમમાં ગરબાડા તાલુકાના લોકોના ૫૧ જેટલા પ્રશ્નોની અરજીઓની સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને જે તે પ્રશ્ન બાબતે સબંધિત અધિકારી સાથે જરૂરી પરામર્શ કરી પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સંબંધિત અધિકારીને જરૂરી સૂચના આપવામાં આવી હતી.
જોષી જયેશ.આર. ગરબાડાનાએ ગરબાડા ગામે જૂના પિકઅપ સ્ટેન્ડની જગ્યાએ નવીન પિકઅપ સ્ટેન્ડ બનાવવા બાબતે રજૂઆત કરી હતી. તે રજૂઆતને ધ્યાને લઈ દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે તથા ગરબાડા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાએ ત્રણ દિવસમાં પિકઅપ સ્ટેન્ડ માટેનું ખાતમુર્હુત કરવામાં આવશે તેવી બાંહેધરી આપેલ છે. જે બાંહેધરીના પગલે ગરબાડા ગામમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
બીજી તરફ ગામમાં એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે, ખરેખર ત્રણ દિવસમાં ગરબાડામાં પિકઅપ સ્ટેન્ડનું ખાતમુર્હુત થશે કે પછી માત્રને માત્ર બાહેંધરી જ રહેશે? ના પિકઅપ સ્ટેન્ડની જગ્યાએ નવીન પિકઅપ સ્ટેન્ડ બનાવવા બાબતે રજૂઆત કરી હતી.તે રજૂઆતને ધ્યાને લઈ દાહોદના સાંસદશ્રી જશવંતસિંહ ભભોરે તથા ગરબાડા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાએ ત્રણ દિવસમાં પિકઅપ સ્ટેન્ડ માટેનું ખાતમુર્હુત કરવામાં આવશે તેવી બાંહેધરી આપેલ છે. જે બાંહેધરીના પગલે ગરબાડા ગામમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.