ઝાલોદ તાલુકા પંચાયતમાં એક વ્યક્તિ દ્વારા મનરેગા યોજના અંતર્ગત કોઝ વે (પાણીના નાળા) બનાવવાની કામગીરીના કામના બિલની રકમ માંગતા APO (આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફીસર) દ્વારા બિલની ૧૦% રકમ ની લાંચ માંગતા ACB એ રંગે હાથે ઝડપી પાડયો.
પ્રાપ્ત માહિતી મુજબ સરકારીશ્રીની મનરેગા યોજના અંતર્ગત કરેલ કોઝવે (પાણીના નાળા) બનાવવાની કામગીરી અંગેના એક જાગૃત નાગરિક દ્વારા કુલ ચાર બીલોના કુલ કિ. રૂા.૪૨,૯૩,૪૪૧/- મંજુર થવા સારૂ આરોપી મોહનસિંહ ગોપાલસિંહ કટારા (આસીસ્ટન્ટ પ્રોગ્રામ ઓફીસર – કરાર આધારીત) તાલુકા પંચાયત કચેરી ઝાલોદનાઓને કાયદેસરની પ્રક્રીયા અનુસરી આપેલ હતા. જે બીલો મંજુર કરી આપવા આરોપીએ કુલ રકમની ૧૦ % રકમ ફરીયાદી પાસે માંગણી કરતા ફરીયાદી પાસે પુરા પૈસાની સગવડ ન હોય ફરીયાદીએ આરોપીને રૂપીયા ૫૦,૦૦૦/- આપવા જણાવી બાકીના પૈસા પછી કરી આપીશ તેવુ જણાવેલ. જે સંદર્ભે ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય તેઓએ આ અંગે ACB ને તા.૩૦/૧૦/૨૦૨૩ ને સોમવારના રોજ ફરીયાદ કરતા ફરીયાદીની ફરીયાદ આધારે ACB પંચમહાલ એકમ ગોધરાના સુપરવિઝન અધિકારી બી.એમ.પટેલના માર્ગદર્શન હેઠળ ACB P.I. કે.વી. ડિંડોર, એ લાંચના છટકાનુ આયોજન કરી આરોપી મોહનસિંહ ગોપાલસિંહ કટારા (આસીસ્ટન્ટ પ્રોગ્રામ ઓફીસર – કરાર આધારીત) તાલુકા પંચાયત કચેરી ઝાલોદનાઓને બાયપાસ રોડ, ઠુઠીકંકાસીયા ચોકડી, ઝાલોદ મુકામે થી પંચ-૧ ની હાજરીમાં ફરીયાદી સાથે વાતચીત કરી રૂા.૫૦,૦૦૦/- ની લાંચ સાથે રંગે હાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ.