
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનાં હિરોલા ગામ અને તેની આજુબાજુના વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યાને ધ્યાનમાં લઇ યુવાન કાર્યકર જયેશભાઈ સંગાડાએ તંત્ર ને રજૂઆતો કરી હતી. ડુંગરિયાળ વિસ્તારમાં પાણીની સમસ્યા રહેતી હોવાથી લોકોને પડતી મુશ્કેલીઓને ધ્યાન માં લઇ સરકારી તંત્ર દ્વારા મનરેગા યોજનામાં બોરપાણી – 2 ફળિયામાં નવીન તળાવને મંજૂરી મળતા 100 જેટલા સ્થાનિક લોકોને રોજગારી મળી રહેશે અને તળાવની કામગીરી પણ થશે. કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં લઇ કોવિંડ – 19 ના નિયમનું પાલન કરી ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકાના અધિકારીઓ, ગ્રામસેવક અને મનરેગા એન્જિનિયર હાજર રહ્યા હતા.