Monday, January 27, 2025
Google search engine
HomeViramgam - વિરમગામમહાગુજરાત લડતમા શહીદોની યાદમાં વિરમગામ શહેરમાં બનાવેલ 'શહિદ બાગ' ખૂદ શહિદીના આરે...

મહાગુજરાત લડતમા શહીદોની યાદમાં વિરમગામ શહેરમાં બનાવેલ ‘શહિદ બાગ’ ખૂદ શહિદીના આરે : તંત્રની ઘોર ઉપેક્ષા અને દબાણકર્તાને લીઘે બાગ બન્યો બિસ્માર….

PIYUSH GAJJAR – VIRAMGAM

 

મુંબઈ રાજ્યમાંથી અલગ ગુજરાતની માંગણીના સંદર્ભમાં ૧૯૫૬ મા ઇન્દુલાલ યાજ્ઞિકની મહાગુજરાત લડતમાં અમદાવાદ ખાતે શહિદ થયેલા વિરમગામના વતની અને યુવાન પનોતા પુત્ર શહિદ કૌશિક વ્યાસ તથા મહાગુજરાતની લડતમાં અન્ય શહિદોની પુણ્યસ્મૃતિમાં શહીદ સ્મારક તરીકે વિરમગામ શહેરમાં જાહેર જનતા માટે શહીદ બાગ બનાવવામાં આવ્યો હતો. ત્યારે અત્યાર સુઘી વિરમગામ નગરપાલિકાના વહિવટદારોની ઉપેક્ષાવૃતી તથા ભ્રષ્ટાચાર આદરી શહીદ બાગ દિવસેને દિવસે વેરાન બન્યો છે. વર્ષોથી વિરમગામ શહેરમાં નગરપાલિકા વિરમગામના જ સત્તાઘીશો બદલાતા ગયા પંરતુ આ શહીદ બાગ સામે કોઇએ નજર કરીને પણ જોયું નથી. અનેકવાર વિરમગામ શહેરના શહીદ બાગના રિનોવેશન માટે નગરપાલિકાની ગ્રાન્ટો ક્યાં વપરાઇ તે વેરાન પડેલા શહીદ બાગ બતાવે છે. નવીનીકરણ થાય તેવું કોઇ કામ આજની તારીખમાં શહીદ બાગ શહેરનાં નાગરીકો અને જાહેર જનતાને જોવા મળ્યુ નથી.
વિરમગામ શહેરમાં શહીદ કૌશિક વ્યાસની યાદમા બનાવેલાં શહીદ બાગ હાલત બિસ્માર હાલતમાં છે બાગને જોતા એવું લાગે છે કે આ કોઇ વેરાન જગ્યા જ પડી છે ઝાડપાન ખરી પડ્યા છે. બાળકો માટે ખેલવા કુદવા કે સમી સાંજે લટાર મારવા નીકળતા આમ જનતાને બેસવાની પણ વ્યવસ્થા નથી હાલ જમીન પર લગાવવા માટે પત્થરો શોભાના ગાંઠીયા બન્યાં છે. અને અબોલ જીવો માટે ઢોરવાડો બની જવા પામ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે ૫૮ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ ઉજવણી નિમિત્તે શહેરમાં વિવિઘ જગ્યાએ રંગોરોપાન કરવામાં આવ્યું છે ત્યારે આ શહીદ બાગ વિરમગામ તાલુકાના સેવા સદન મુખ્ય કચેરી સામે આવેલ છે. ત્યારે ગુજરાત ગૌરવ દિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ ખાતે મહાગુજરાત લડતમાં શહીદી વહોરનાર કૌશિક વ્યાસ અને અન્ય શહીદો ની પુણ્યસ્મૃતિમાં બનાવેલ શહીદ બાગને રિનોવેશન કરી બાગને હર્યુ ભર્યુ બનાવે તેવી લોકમાગ છે અને એજ શહીદોને સાચી શ્રઘ્ઘાંજલી આપી ગણાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments