અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેષ પરમાર, CDHO અમદાવાદ, તાલુકા આરોગ્ય અધિકારી, DPC PMJAY સહિતની આરોગ્ય ટીમ દ્વારા મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલ વિરમગામની સાંજના સમયે આકસ્મિક વિઝીટ કરવામાં આવી હતી. મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલ વિરમગામ ખાતે આપવામાં આવતી સેવાઓ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા પૂછપરછ કરવામાં આવી અને વોર્ડની મુલાકાત લઈને દર્દી સાથે પણ વાતચીત કરવામાં આવી હતી. આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવી શકાય તે હેતુથી આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા આકસ્મિક નાઈટ વિઝીટ લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલ વિરમગામના અધિક્ષક સહિતના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલ, વિરમગામની CDHO સહિત આરોગ્ય ટીમે લીધી આકસ્મિત મુલાકાત
RELATED ARTICLES