દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલા લવારા ચેક પોસ્ટ ઉપર હાલમા કોરોના વાઇરસની મહામારીને લઈને પોલીસ, હોમગાર્ડ, GRD ના જવાનોની સાથે સાથે સંજેલી તાલુકાના નિવૃત થયેલા માજી સૈનિકો પણ સેવા આપી રહ્યા છે. દાહોદ અને મહીસાગર આ બે જિલ્લાઓમાંથી થતી આંતરિક અવર જવરને લઈને સંજેલી તાલુકાના આરોગ્ય કર્મચારીઓ લવારા થી ગોઠીબ તરફ એટલેકે દાહોદ જિલ્લામાંથી મહીસાગર તરફ અવર જવર કરતા ગામડાના લોકો તેમજ આવતા જતા મોટર સાઇકલ અને મોટા વાહન ચાલોકોનું પણ તેમના દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમજ વલુંડા, ઝૂશા, જશુણી, ઘાટી રોડ ઉપર પણ આરોગ્ય તંત્રની ટીમ દ્વારા સઘન ચેકીંગ કરી સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. જેથી જ સંજેલી તાલુકો કોરોના મુક્ત અને સહી સલામત રહે તે માટે તે માટે ખડે પગે ઉભા છે.
મહીસાગર અને દાહોદ જિલ્લાને જોડતા ગામો વચ્ચે આરોગ્યની ટીમ અને માજી સૈનિકોનું સઘન ચેકીંગ
RELATED ARTICLES