Saturday, December 28, 2024
Google search engine
HomeViramgam - વિરમગામમાંડલના ઝાંઝરવામાં સીમના રસ્તામાંથી પસાર થવા બાબતે તિક્ષ્ણ હથીયાર વડે આઘેડની હત્યા...

માંડલના ઝાંઝરવામાં સીમના રસ્તામાંથી પસાર થવા બાબતે તિક્ષ્ણ હથીયાર વડે આઘેડની હત્યા : પિતા – પુત્ર સામે હત્યાનો ગુનો નોંઘાયો

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

આજરોજ વહેલી સવારે માંડલ તાલુકા ના ઝાંઝરવા ગામમાં રહેતાં અંબારામ ભાઇ ભીખાભાઇ પરમાર(આશરે ઉ.વ.65) પોતાના ખેતરમા હતાં ત્યારે ઝાંઝરવા ગામમાં જયંતીભાઈ મગનભાઈ વાઘેલા અને તેમના પુત્ર જયેશભાઇ જંયતિભાઈ વાઘેલા રહે. ઝાંઝરવા તેઓ અંબારામ પરમારના ખેતરમાંથી નીકળતાં હતાં ત્યારે રસ્તામાંથી પસાર ન થવા સામે અંબારામ પરમાર અને પિતા – પુત્ર જંયતિભાઈ મગનભાઈ વાઘેલા, પુત્ર જયેશભાઇ જંયતિભાઈ વાઘેલા વચ્ચે બોલાચાલી થતાં બંને આરોપી પિતા-પુત્રએ ઘારીયા જેવા તિક્ષ્ણ હથીયાર વડે અંબારામ પરમારને માથા તથા પગના ભાગે ઇજા પહોંચાડતા અંબારામ પરમારનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બાબતે મૃતકના પુત્ર તથા તેમના સબંઘીઓએ માંડલ પોલીસ સ્ટશને બંને આરોપી જંયતિભાઈ મગનભાઈ વાઘેલા, પુત્ર જયેશભાઇ જંયતિભાઈ વાઘેલા રહે.ઝાંઝરવા તા-માંડલ પિતા-પુત્ર વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા માંડલ પોલીસે સમગ્ર મામલાની તપાસ કરી અને મૃતકના પરીવારજનોની ફરિયાદ લઇ તપાસ હાથ ઘરી અને લાશને પી.એમ. માટે વિરમગામ ગાંઘી હોસ્પિટલ ખાતે લાવી લાશને સંબંધીઓને સોંપી બંને પિતા-પુત્ર સામે હત્યાનો ગુનૉ નોંઘી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. આ સમગ્ર મામલાની તપાસ માંડલ P.S.I. એન.એન.નિનામા ચલાવી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments