PIYUSH GAJJAR – VIRAMGAM
અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વિંછણ ગામમાં જૈન દેરાસર અને રામજી મંદિરમાં તસ્કરોએ ચાંદીના આભુષણોની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર જૈન દેરાસરમાંથી ચાંદીનું યત્ર, ચાંદીનું તોરણ, ભગવાનના ચાંદીના આભુષણો મળી કુલ ૪ કિલો ૨૫ ગ્રામ ચાંદી કિમત રુપિયા ૧,૨૭,૫૦૦/- ની ચોરી થઈ હતી,
જયારે જૈન દેરાસરની સામે આવેલા રામજી મંદિરમાંથી ચાંદીનું મુગટ, ચાંદીનાં ધનુષબાણ મળી કુલ ૧ કિલો ૨૫ ગ્રામ ચાંદી કિંમત રુપિયા ૩૭,૫૦૦ની ચોરી તા.૧૨-૦૪-૧૭ ને મંગળવારની રાત્રે થઇ હતી ચોરી બે દિવસ પછી આજે વિઠ્ઠલાપુર પોલિસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. વિઠ્ઠલાપુર પોલિસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.