આયુષ્માન ભારત યોજના મોદી સરકાર દ્વારા તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલી હેલ્થ પ્રોટેક્શન સ્કીમ છે. આયુષ્માન ભારત યોજના અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના અંદાજિત 10 કરોડ પરિવારોને ફાયદો થશે.
મોદી સરકારે શરૂ કરેલી આયુષ્માન ભારત યોજના અંતર્ગત માત્ર રૂપિયા 30 માં આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ બનાવીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં પ્રતિ વર્ષ રૂપિયા પાંચ લાખ સુધીની મફત સારવાર કરાવી શકશે. દેશમાં આ આયુષ્માન ભારત યોજના અંતર્ગત 10 કરોડ પરિવારના લોકોને સામેલ કરવામાં આવ્યા છે. જેમની આ કાર્ડ થકી પ્રતિ વર્ષ પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર થશે. જેમાં કેન્સર, હ્રદયની બીમારી, કિડની, લીવર, ડાયાબિટીસ સહિત 1300 જેટલી બીમારીઓની સારવાર આયુષ્માન ભારત હેઠળ કવર કરવામાં આવી છે. જોકે આ માટે લાભાર્થીનું નામ આ સ્કીમમાં સામેલ હોવું જોઇયે. આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ કોમન સર્વિસ સેન્ટર (CSC) તથા સરકારી હોસ્પિટલ પર બનાવવામાં આવી રહ્યા છે.