મહિસાગર જીલ્લામાં ગૌરવની આવેલ પવિત્ર યાત્રાધામ માનગઢ ધામ ખાતે પરીક્રમા ધુણી વંદના કાર્યક્રમના દ્વિતીય વર્ષ આયોજન અર્થે સંતો મહંતો, સમાજ શ્રેષ્ઠીઓ, સ્થાનિક આગેવાનો, ધર્મપ્રેમીઓ તેમજ નગરજનો સાથે વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે વિવિધ બાબતો પર સહવિસ્તાર ચર્ચા વિચારણા કરી અને વિકાસ અર્થે બહુ મોટું આયોજન કરવામાં આવ્યું હતું
તા.૧૨, ૧૩, ૧૪ અને ૧૫ ડિસેમ્બરે ભજન કીર્તન, તા.૧૨ ના રોજ રાત્રે સત્સંગ દરમિયાન વિશેષ ભંડારાનું પણ આયોજન છે. તેમાં અનેક કાર્યક્રમનું આયોજન રાખેલ છે તેમજ પરિક્રમા પણ રાખેલ છે. પરિક્રમા જૂના તળાવ સંતરામપુર હરસિધ્ધિ માતાના મંદિર થી શરૂ કરી પ્રતાપપુરા, સાંગાવાડા, દાંતાવાડા, ઉખરેલી, ભંડારા, નવાઘરા થી સીમલીયા, ભમરી, કુંડા થઈ માનગઢ ગુરુ ગોવિંદની ધુની થી મહાદેવ મંદિર, ભારત માતા મંદિર થી માના પારગીની મૂર્તિ અને માનગઢ નદીમાં પુષ્પાંજલિ વિગેરે પ્રોગ્રામો રાખેલ છે.
આ પ્રોગ્રામમાં કાર્યકરો તેમજ તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ વળવાઈ, ઉખરેલી સરપંચ દિનેશભાઈ, ભંડારા સરપંચ ભલાભાઈ, ભમરી સરપંચ ભેમભાઈ હાજર રહ્યા હતા.