PIYUSH GAJJAR – VIRAMGAM
મુંબઈના ઘાટકોપરની એવરગ્રીન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિરમગામની વડગાસ તેમજ ફૂલવાડી પ્રાથમિક શાળાના ઘોરણ – 1 થી 8ના વિઘાર્થીઓને નોટબુક, કંપાસ, કલરબોક્ષ, ડ્રોઈંગબુક, સહિત શાળાને 40 ઇંચનુ LED TV પણ આપવામાં આવ્યું હતું. આ તમામ વિઘાર્થીઓને આશરે 70 થી 75 હજારની સામગ્રીનું વિતરણ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે આ એવરગ્રીન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ 2007 થી દર વર્ષે આ રીતે શાળાના વિઘાર્થીઓને સાઘન સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે.