દાહોદ જિલ્લાની 6 વિધાનસભામાંથી અમૃત કળશયાત્રા અંતર્ગત એકત્રિત કરાયેલ માટીને અમદાવાદ રિવર ફ્રન્ટ અને ત્યાર બાદ રાષ્ટ્રીય કક્ષાએ માટી દિલ્હી સ્થિત અમૃત વાટિકામાં પધરાવવામાં આવશે. જે અંગે દાહોદ જિલ્લા કમલમ ખાતે સંગઠનની વિસ્તૃત બેઠક બાદ યોજાઈ પત્રકાર પરિષદ
આઝાદીના અમૃત મહોત્સવના ઉપક્રમે માટીને નમન, વીરોને વંદનના ઉદ્દેશ સાથે દાહોદ જિલ્લાના 6 વિધાનસભા મતવિસ્તારમાં અમૃત કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાહોદ જિલ્લામા 500 ઉપરાંત કળશમાં વિવિધ વિધાનસભામાંથી ઘરે ઘરે થી એકત્રિત કરેલ માટીને 27 ઓકટોબરના રોજ જુદા જુદા તાલુકાઓમાંથી અમૃત કળશ સાથે ભાજપના કાર્યકર્તાઓ અને સંગઠનના લોકો દ્વારા 50 જેટલી બસો અને 30 થી 40 જેટલા ખાનગી વાહનોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તા અમદાવાદ રિવર ફ્રન્ટ પહોંચશે રાજ્યમાંથી આવેલ તમામ અમૃત ક્ળશ ભેગા કરી તારીખ 27 મીના રોજ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં ભવ્ય સમારોહ યોજાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવે જન્મભૂમિ અને અમર બલિદાનીઓના સન્માનમાં “માટીને નમન- વીરોને વંદન” નામનું દેશવ્યાપી અભિયાન શરૂ કરાવ્યું હતું. જે અંતર્ગત દાહોદ જિલ્લાની 6 વિધાનસભા દાહોદ, ગરબાડા, દેવગઢ બારિયા, ફતેપુરા, ઝાલોદ અને લીમખેડા વિધાનસભા મતવિસ્તારમાં અમૃત કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ભાજપના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તારીખ ત્રીજી ઓક્ટોબરથી 24 ઓક્ટોબર દરમ્યાન આયોજીત અમૃત કળશયાત્રા વિધાનસભાના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને માટી એકત્રિત કરી હતી. એકત્રિત કરેલ માટીને કળશમાં ભરી તારીખ 27 ઓક્ટોબરના રોજ રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે મોકલવામાં આવશે અને ત્યાર બાદ આ માટી દિલ્હી સ્થિત અમૃત વાટિકામાં પધરાવવામાં આવશે.
આ તમામ બાબતે વિગતો આપવા દાહોદ જિલ્લા ભાજપ દ્વારા આજરોજ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયાર, સાંસદ જસવંતસિંહ ભાભોર, મીડિયા સેલના નેહલ શાહ ,મહામંત્રી નરેન્દ્ર સોની, સ્નેહલ ધરિયા સહિત ભાજપના આગેવાનો અને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા