GIRISH PARMAR – JESAWADA
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામમા યશવાટીકા ઉ.ઉ.બુનીયાદી વિધાંમંદીર જેસાવાડા મા ચાલતા એન.એસ.એસ યુનીટ દ્વારા મે. જિલ્લા શિક્ષણ અધીકારી દાહોદ તથા કલેકટર કચેરી દાહોદના સંયુકત ઉપક્મે જેસાવાડા તથા આજુ બાજુ વિસ્તારના મતદારોમા જન જાગૃતી ફેલાય તે હેતુ માટે મતદાર જાગ્રૃતી રેલીનુ આયોજન કરવામા આવ્યુ. આ રેલી શાળાના શૈલેશભાઇ મખોડીયા દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ એન.એસ.એસ ના સ્વયંમ સેવકો એ મતદાર ને લગતા પોસ્ટરો તથા બેનરો અને સુત્રોચાર કરી લોકોમા જાગૃતી લાવવાનો પ્રયાસ કર્યો . રેલી સહીત સમગ્ર કાયઁકમ નુ સંચાલન એન.એચ.એસ યુનીટ ના પોગ્રામ ઓફિસર એસ.એચ.ચૌધરીએ કયુઁ હતુ.