તીવ્ર ઈચ્છા અશાંતિનું કારણ બને છે : પરીક્ષામાં ફેલ થઈ ગયા, દવા લીધા છતાં તાવ ન ગયો.
સફળ ઈચ્છા એ શાંતિ છે : પરીક્ષામાં પાસ થઈ ગયો, પેમેન્ટ મળી ગયું, મિત્ર વફાદાર રહ્યો, ભગવાન કહે છે.
ઇચ્છાની નિર્મળતા એ ક્રાંતિ છે. સફળ ઈચ્છા દુર્ગતિનું પણ કારણ બની શકે છે. બીજાને નુકસાનમાં ઉતારી શકાય છે.
કલ્પેશ મુલુંડમાં મ.સા.ને મળવા અડધી ચડ્ડી, ટાઈ પહેરીને ૦૨:૩૦ વાગે ગણિતનું પેપર હતુ તેમાં તે કાચો હતો પણ કોપી કરવાનું મન ન થાય તેને હું ક્રાંતિ કહું છું.
ઇચ્છાની સફળતામાં મોત બગડી શકે છે જ્યારે ઇચ્છાની નિર્મળતામાં સદગતિ મળી શકે છે.
ચાર સ્ટેપ ની વાત કરવી છે :
(૧) તિલાંજલિ નો ભાવ જાગે છે. સંસ્થામાં, ઘરમાં, સમાજમાં, મિત્રોમાં જઉં છું ત્યાં આદરનો ભાવ ન હોય, સાપ અને ડુક્કર એના નજીકમાં જવાનું મન નથી થતું તિલાંજલીનો ભાવ છે. હવે તમારું જીવન તપાસો. નહિ નહિ અહીંયા નહીં તિલાંજલિ છે.
તમારી ભાભી, પત્ની, પુત્ર, માતા, પિતાના મનમાં તમારા પ્રત્યે તિલાંજલીનો ભાવ તો નથીને? તમે એથી દૂર રહો આ તિલાંજલી નો ભાવ પેદા થાય છે. હું દુનિયાની વાત નથી કરતો તમારી સાથે રહેતા ૫ – ૧૫ સગા વચ્ચે તિલાંજલિનો ભાવ નથી જાગતો એટલું કહેવાની તાકાત છે?
(૨) શ્રદ્ધાંજલિ : શાંત થઈ જાય પછી અંજલિ આપે છે પણ ગયા પછી દુર્જન માણસ મરી જાય એને પણ શ્રદ્ધાંજલિ કહેવાય છે જે માણસ મરી ગયો છે એના જીવનમાં જે પણ ખરાબ હતું એની ચર્ચા મારે નથી કરવી એ જ શ્રદ્ધાંજલિ ત્યાં તિલાંજલિ નો પ્રયાસ નહીં કરતા. શ્રદ્ધાંજલિનો વિષય બની ગયો છે તેને તિલાંજલીનો વિષય નહીં બનાવતા.
(૩) સ્મરણાંજલિ : માણસ મર્યા ને પચાસ વર્ષ થઈ ગયા હોય પણ આજે એની યાદ આવતા જ આંસુ આવી જાય અમારા પરિવારમાં જે સારો દેખાઈ રહ્યો છે એનું કારણ દાદાજી હતા. હું મારા પિતાજી… દેવ સુંદરજી… ભવન મુનિ સુંદરજી… પ્રેમસૂરીજી… દાનસુરીજી… મ.સા. ને યાદ કરું છું. રાજકોટના જેન્તીભાઈ પાંજરાપોળ સંભાળતા હતા પશુઓ પ્રત્યે જબરજસ્ત પ્રેમ, દરેક કસાઈના દુશ્મન બની ગયા હતા જ્યારે તેઓ મરણ પામ્યા ત્યારે રાજકોટમાં સમૂહમાં બધા કસાઈઓ ભેગા થયા તે દિવસે રાજકોટના સમગ્ર કતલખાના બંધ રાખીશું આ છે સ્મરણાંજલિ. પશુ પ્રેમી હતા તેઓ ચાલ્યા ગયા જીવન જીવો તો એવું જીવો કે લોકો સ્મરણાંજલિ કર્યા વગર ન રહે
કુમારપાળ વી. શાહ આ દુનિયામાં શું તાકાત લઈને ચાલી રહ્યા છે ભગવાન મને કુમારપાળ બનાવી દેજે…
(૪) અમૃતાંજલિ : સદબુદ્ધિ, સતકાર્ય કર્યા જ કરે એ ચાતુંબિંધ સંઘ… એ છે સદગુરુદેવ…
ફૂલમાં ગુલાબ, પંખીમાં હંસ, પશુ હરણ, વટવૃક્ષમાં છાયાની અનુભૂતિ અને નાનુ બાળક પાંચેય પર પ્રેમ જાગે
અમૃતાંજલિમા કદાચ તમારું નામ ન આવે તો પણ તિલાંજલીમાં મારો નંબર ન જ લાગે.