ALPESH TRIVEDI – DHORAJI
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે ઝેરી દવા પી જનાર ભાજપના રાજકીય અગ્રણી રસીકભાઈ ડઢાણીયાને ઉપલેટા પ્રાઈવેટ હોસ્પિટલેથી ગંભીર હાલતમાં સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા અને રાજકોટ પહોંચે તે પહેલા જ તેમનું મોત થતા ધોરાજી સરકારી હોસ્પિટલમાં પીએમ માટે મૃતદેહ લાવવામાં આવ્યો.
ધોરાજીનાં ઝાંઝમેર ગામે રહેતાં અને ભાજપનાં અગ્રણી અને માર્કેટીંગ યાર્ડનાં ઉપપ્રમુખ અને તાલુકા સંધનાં ડીરેક્ટર એવાં રસીકભાઇ ડઢાણીયા ઉ.વ. ૬૧ ને સંતાનમાં એક દિકરો તથા બે દિકરી છે અને થોડી ખેતી લાયક જમીન છે. આજરોજ સવારે ૦૮:૦૦ વાગ્યાના આસપાસ કોઈ કારણોસર ઝાંઝમેર ગામે મંડળીમાં તેઓ ઝેરી દવા પી જતાં તાત્કાલીક ઉપલેટા અને ત્યાથી રાજકોટ ખસેડવામાં આવ્યા હતા પણ તે દરમ્યાન જ તેમનું મોત નીપજ્યું હતું જેથી તેમના મૃતદેહને ધોરાજી સરકારી હોસ્પિટલમાં પીએમ માટે લઈ આવેલ. આ ઘટનાંની જાણ થતા રાજકીય અગ્રણી તથા માર્કેટીંગ યાર્ડ તથા તાલુકા સંધનાં તથા લાગતાં વળગતા ધોરાજી હોસ્પિટલે દોડી આવ્યા હતા અને આત્મહત્યા કયા કારણોસર કરી છે તેની વધું તપાસ ધોરાજી પોલીસ ચલાવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.