
RASHMIN GANDHI –– JAM KANDORANA
રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના મુખ્ય મથક જામકંડોરણા માં આવેલ ભાદરા નાકા પાસેથી પસાર થતા એક ટ્રકે ગાયને હડફેટે લીધી હતી. જેમાં ગાયના આગલા બન્ને પગ ભાંગી ગયા હતા. ત્યારે ગામના સેવાભાવી લોકોએ ગાયને સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડી હતી. અને અકસ્માત ઝોન એવા ભાદરાના નાકે સ્પીડ બ્રેકર મુકવા લોક માંગ ઉઠી છે. ત્યારે ગાય સાથે બનેલા અકસ્માતને લઈને હાજર રહેલા તમામ લોકોએ ટ્રક ચાલક પર રોષની લાગણી સાથે ફિટકાર વરસાવ્યો હતો. જ્યારે હજુ સુધી ગાયની હાલત અત્યંત ગંભીર છે.