પ્રિય ગ્રાહક, રાહુલ હોન્ડાની બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર BS4 CD110 ઉપર ₹. 5000/-સુધીની છૂટ. ઓફર માત્ર સ્ટોક છે ત્યાં સુધી. સંપર્ક : – 9426504040, 9925321762
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સર ભગતસિંહજી દ્વારા જનતા બાગનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારના સમયે આ જનતા બાગની સુંદરતા જોવાલાયક હતી. અહીં લોકો પોતાના પરિવાર સાથે આવી આનંદ અનુભવતા હતા અને જ્યારે આ જનતા બાગની હાલત બગડી જતા નવું રીનોવેશન કરવા માટે જનતા બાગના લગભગ ૩૫ જેટલા વૃક્ષોનું કટીંગ કરવામાં આવ્યું છે. તો શું જનતા બાગનો વિકાસ કરવા માટે વૃક્ષોએ પોતાનું બલિદાન આપવું જરૂરી છે ? તે એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. ધોરાજીના સામાજિક કાર્યકર્તા ગંભીરસિંહ વાળાએ જણાવ્યું છે કે જનતા બાગના નવા રીનોવેશન કામ માટે તંત્રએ કુલ ૩૫ જેટલા વૃક્ષોનું જીવન છીનવી લેવામાં આવ્યું છે. જનતા બાગમાં તંત્ર દ્વારા વૃક્ષોનું કટીંગ કરવામાં આવ્યું છે અને જનતા બાગને ઉજ્જડ બનાવી નાખવામાં આવ્યો છે. પહેલા જનતા બાગના વૃક્ષો લોકોને આરામ કરવા માટે મદદરૂપ બનતા હતા. અને આજે જનતા બાગના વૃક્ષો કાપી નાંખ્યા બાદ ૧૦ મિનિટ પણ અહીં કોઈ વ્યક્તિ પણ ઉભો રહી શકતો નથી. તો આ બાગ માંથી તંત્ર દ્વારા જે 35 જેટલા વૃક્ષો કાપી નંખાયાં છે તે કોને પૂછીને કાપ્યા ? તેવું સમગ્ર ધોરાજી નગરમાં લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે.