દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે રાજસ્થાનથી પેપ્સી કંપનીની 7Up ઠંડા પીણાંની બોટલના ડુપ્લીકેટ માલનું પેકિંગ બિલકુલ ઓરિજનલ જેવું જ બનીને આવવાથી ખબર પણ પડતી નથી કે ડુપ્લીકેટ છે કે ઓરીજનલ. ભાવ પણ સસ્તા હોવાથી અને અને ડબલ રૂપિયા થવાથી દરેક કરિયાણાની દુકાનોમાં પધરાવી જતાં તેના સાથે સંકળાયેલા વેપારીઓની માલતીયાગિરી થી ફતેપુરા પ્રજા ત્રસ્ત.
વધુમાં ફતેપુરામાં ઠંડાપીણાના નામે સેવન-અપ બહુ જ મોટા પ્રમાણમાં વેચાણ થાય છે જેથી તેનો લાભ લઇ બની બેઠેલા ડુપ્લીકેટ કરવાવાળા વેપારીઓ ડુપ્લીકેટ માલ રાજસ્થાનમાંથી લાવી બીલ વગરનો ફતેપુરા તેમજ આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં પધરાવે છે આમ તો માલ બનાવનારે બોટલ ઓરીજનલ જેવી બનાવેલ હોવાથી કોઈને પણ શંકા જતી નથી અને ઓછા ભાવે મળતા વેપારીઓ લલચાઈને બિલ પણ ન મળતા માલ વધુ નફાના આશયથી ખરીદી લેતા હોય છે અને ગામડાના નાના વેપારીઓને વેચાણ કરતા હોય છે આમ ગામડાના ગરીબ લોકોનું સ્વાસ્થ્ય બગડે એ કોણ વિચારે એ બધા થોડા પૈસા વધારે મળે તેમ વિચારીને ધંધો કરે છે તંત્ર આ બાબત ધ્યાને લઇ કોઈ પગલું ભરે અને ગરીબોનું શોષણ ના થાય અને ના છેતરાય તેવી ચર્ચાઓએ વાયુવેગે ચાલી રહી છે બીજીબાજુ સરકારનું પણ નુકસાન થાય છે વગર ટેક્સ (જી.એસ.ટી )નો માલ જેથી બીલવાળા વાળા માલનું વેચાણ થતું અટકી જાય છે આ ટેક્સ ચોરી કરનારા વેપારીઓ ઉપર તંત્ર લાલ આંખ કરે છે કે કેમ એ જોવું રહ્યું કે પછી અધિકારીઓના ખીસ્સા ભરાઈ જાય છે કે કેમ ? તે એક પ્રશ્ન છે.