PRIYANK CHAUHAN – GARBADA
ગરબાડા ખાતે તળાવની પાળે ટેકરા ઉપર તથા ખરોડ નદીના પુલ પાસે આવેલ રામાપીરના મંદિરે રામાપીરના નોરતાની ઉજવણી કરવામાં આવી હતી અને તેના ભાગરૂપે આજ તા.૩૧/૦૮/૨૦૧૭ ના રોજ દશમી નિમિત્તે રામદેવપીરની શોભા યાત્રા ગરબાડા નગરમાં કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા માં મોટી સંખ્યામાં ભાવિભક્તો જોડાયા હતા. જે તસવીરમાં નજરે પડે છે.
શોભાયાત્રા બાદ બંને મંદિરોમાં મહા આરતી તથા ત્યારબાદ મહા પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો હતો.