PRIYANK CHAUHAN – GARBADA
રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન હેઠળ નવી પેઢીને આજીવન અપંગતાથી મુક્ત અને સ્વસ્થ રાખવા નિયમિત સમયાંતરે નવજાતથી પાંચ વર્ષની ઉમર સુધીના બાળકોને પોલિયોની રસીના બે ટીપાં પીવડાવી પોલિયોના રોગ સામે રક્ષિત કરવામાં આવતા હોય છે જે અંતર્ગત કેન્દ્ર સરકારના સઘન પલ્સ પોલિયો અભિયાન હેઠળ રાજ્ય સરકારના કમિશ્નરશ્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો નાબૂદી અભિયાન હેઠળ આજરોજ તારીખ.૨૮/૦૧/૨૦૧૮ ના રોજ પ્રથમ રાઉન્ડનું પોલિયો રસીકરણ કરવામાં આવ્યું હતું જેમાં ગરબાડા પંચાયત ઓફિસ (પોલિયો બુથ) ખાતે તથા તાલુકાના અન્ય પોલિયો બુથ ઉપર પોલિયો રસીકરણ કરવામાં આવ્યું હતું અને નવજાતથી ૫ વર્ષ સુધીના બાળકોને ઓરલ પોલિયો વેક્સિનના બે ડ્રોપ્સ પીવડાવી બાળકોને પોલિયોના રોગ સામે રક્ષિત કરવામાં આવ્યા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે.
પલ્સ પોલિયો અભિયાન હેઠળ બીજા રાઉન્ડનું પોલિયો રસીકરણ તારીખ.૧૧/૦૩/૨૦૧૮ ના રોજ યોજાશે.