PRAVIN PARMAR – DAHOD
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે આજ રોજ તા.૦૭/૦૧/૨૦૧૮ રવિવારના રોજ જોઈન્ટ રિપ્લેસમેન્ટ કેમ્પનું આયોજન અમદાવાદના પ્રખ્યાત પ્રો.ડો. એચ.પી.ભલોડીઆ તથા તેના પાંચ તબીબ ડોક્ટરોના સહયોગથી મફતમાં દર્દીઓની તપાસ કરી હતી. આ જોઈન્ટ રિપ્લેસમેન્ટ ફ્રી ચેક અપ કેમ્પનું આયોજન રાષ્ટ્રીય સૃજન અભિયાન અને મન્નાન ચેરીટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબના પ્રેસિડેન્ટ સી.વી.ઉપાધ્યાય અને સાથી રોટરી મિત્રોના સહયોગ થી યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ૭૦ થી વધુ સ્ત્રી – પુરુષ દર્દીની તપાસ કરવામાં આવી હતી અને દરેક દર્દીને ડોક્ટર સાહેબના તપાસથી સંતોષ થયો હતો. આ કેમ્પ ગોવિંદનગરમાં આવેલ દૌલત ગંજ કન્યા શાળામાં યોજવામાં આવ્યો હતો.