THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
ખેડૂતો માટે સરકારશ્રી દ્વારા રાસાયણિક ખાતરના ભાવોમાં ઘટાડો કરવામાં આવેલ છે. ખેડૂતો નિયત ભાવે ખાતરોની ખરીદી લાયસન્સ ધરાવતા ખાતરના ડીલરો પાસેથી ખરીદી કરી શકશે. વધુમાં, ખાતર ખરીદી પર ઇફકો, ક્રીભકો કંપની દ્વારા પ્રતિબેગ મુજબ ખેડૂતો માટે વિમાની યોજના અમલમાં છે. આથી, ખેડૂત મિત્રોને નિયત થયેલ થયેલ ભાવે લાયસન્સ ધારક ખાતર વિતરકો પાસેથી ખાતર ખરીદી બીલ સાચવી રાખવું. રાસાયણિક ખાતર ડીએપી ₹.૧,૨૫૦/- પ્રતિ બેગ, નાઇટ્રો ફોસફેટ (નર્મદા ફોસ) ₹. ૯૯૫/- પ્રતિ બેગ, ૧૨-૩૨-૧૬ ₹.૧,૨૧૦/- પ્રતિ બેગ અને યુરીયા ₹.૨૬૬.૫૦/- પ્રતિ બેગ રાસાયણીક ખાતરના ભાવ રહેશે. તેમ કૃષિ વિભાગ દાહોદ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.