PRAVIN PARMAR – DAHOD
રોટરી ક્લબ ઓફ દાહોદ ૩૦૪૦ ડો.આમીન હુસેનજી અને સેક્રેટરી શ્રી સી.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ તા.૦૫/૧૧/૨૦૧૭ના રવિવારના દિવસે એક સ્વાગત અને સમ્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સંગીત કળા અને સામાજિક ક્ષેત્રમાં વિશેષ યોગદાન અને ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા વાળા પ્રતિભાવાન વ્યક્તિઓને સંમ્માનિત કરવામાં આવ્યા હતા.
આ અવસરે શ્રીમતી ઇલાબેન શુક્લા તેમજ નૈમેષભાઈ પંડ્યાને શૈક્ષણિક ક્ષેત્રે, સુનિલ ભાટીયા તેમજ લખનલાલ રાયને સંગીત તેમજ કરાટેમાં વિશિષ્ટ ઉપ્લબ્ધી માટે નિઝામ કાઝી અને તેમના તાલીમાર્થીઓ દક્ષ પી. સોની, શિવાંશ અને કુ.કુશાંગીનીને પણ સંમ્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ વિશેષ આકર્ષણમાં કૌન બનેગા કરોડપતિમાં વિજેતા બનેલ મોવિન વર્ગીસ (સેંટ મેરી સ્કૂલમાં શિક્ષક) છે તેમણે પણ આ અવસરે સંમ્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર આયોજનનું સંચાલન દીપચંદ મહાવરે કર્યું હતું અને આ પૂરા આયોજનમાં રોટેરિયન કૈલાશ રંગેરા અને નીતા રંગેરાનું વિશેષ યોગદાન રહ્યું.