KEYUR PARMAR – DAHOD
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પીપલોદમા પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો. મૃતક યુવતી સંગીતાબેન હરિયાભાઈ રાઠવા પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના જોડીયાકુવા ગામની રહેવાસી હતી. મૃતક યુવક અલ્પેશ રામસિંગ પટેલ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામનો રહેવાસી હતો. બંને વચ્ચે પ્રેમ સબંધ હોઈ લગ્ન શક્ય ન હોઈ બંનેએ યુવકના ઘરે પીપલોદમાં એક સાથે આત્મહત્યા કરી લીધી. યુવતી રાઠવા જાતીની હતી અને યુવક કોળી પટેલ સમાજનો હતો. હાલ તો બંનેના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે પીપલોદ સરકારી દવાખાને લઇ જવામાં આવ્યા. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.