
 Nilkanth Vasukiya  Viramgam
Nilkanth Vasukiya  Viramgam
લગ્ન સમારંભમાં ડો.દીપિકા સરડવા લીખીત પાંચ પુસ્તકોનું એક સાથે વિમોચન કરાશે
– સારા પુસ્તકો વાંચવાના મારા શોખએ મને પુસ્તક લખવા માટેની પ્રેરણા આપીઃ ડો.દિપિકા સરડવા
– લગ્ન સમારંભને યાદગાર બનાવવા માટે અનોખો પ્રયાસ
(ન્યુઝ.બાવળા)
કોઇ લેખકીનું પ્રથમ પુસ્તકનું વિમોચન થવાનું હોય ત્યારે તે ખુશ હોય તે સ્વાભાવીક છે. પરંતુ એક સાથે પાંચ પુસ્તકોનું વિમોચન કરવામાં આવનાર હોય અને એ પણ પોતાના લગ્ન સમારંભ માં તો ખુશીઓનો કાઇ પાર જ ન રહે. આવુ જ બનવા જઇ રહ્યુ છે બોપલના ડો.સચિન સરડવા તથા મોરબીના ડો.દીપિકા વિઠલાપરાના લગ્ન માં. લગ્ન સમારંભમાં ડો.દીપિકા સરડવા લીખીત પાંચ પુસ્તકોનું એક સાથે વિમોચન કરવામાં આવશે. આ પ્રંસંગે પુર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઇ કુંડારીયા, બોપલ ઘુમા નગરપાલીકાના કાઉન્સિલર રેખાબેન સરડવા, ઇશ્વરભાઇ સરડવા, ડો.સચિન સરડવા, કાન્તાબેન વિઠલાપરા, અંબારામભાઇ વિઠલાપરા સહિત અનેક હસ્તીઓ ઉપસ્થિત રહેશે.
પાંચ પુસ્તકોના યુવા લેખીકા ડો.દીપિકા સરડવા વિઠલાપરાએ જણાવ્યુ હતુ કે, સારા પુસ્તકો વાંચવાના મારા શોખએ મને પુસ્તક લખવા માટેની પ્રેરણા આપી. પુસ્તક લખવાનો પ્રારંભ કર્યો તો એક સાથે જ પાંચ પુસ્તકો લખાઇ ગયા. મારા લગ્ન સમારંભને યાદગાર બનાવવા માંગુ છુ એટલે જ લગ્ન સમારંભમાં જ એક સાથે મારા પાંચ પુસ્તકોનું વિમોચન કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. મારા પીયરપક્ષ, સાસરીપક્ષના લોકો ઉપરાંત આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતીમાં મારા પાંચ પુસ્તકો (૧) કવિતાની વિકાસયાત્રામાં અધુનિક સંસ્કૃત કવિઓ, કૃતિઓ અને કાવ્યજગત (૨) અર્વાચિન સંસ્કૃત કવિ ડો “અભિરાજ” રાજેન્દ્ર મિશ્રનું જીવન અને કવન (૩) ડો.“અભિરાજ” રાજેન્દ્ર મિશ્રના રૂપકોમાં સામાજિક વાસ્તવ (૪) વૈશ્વિક ચેતનાના કવિ ડો.હર્ષદેવ માધવ (૫) ડો.“અભિરાજ” રાજેન્દ્ર મિશ્રની કાવ્યક્ષેત્રે સિધ્ધિઓ નું વિમોચન કરવામાં આવશે


 
                                    