THIS NEWS IS SPONSORED BY : RAHUL HONDA
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનાં મુખ્ય મથક ઝાલોદ ની લાયન્સ ક્લબ ઓફ ઝાલોદ સંચાલિત અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમની શાળા દ્વારા તા.૨૧/૦૬/૨૦૧૯ ને શુક્રવારના રોજ પાંચમાં વિશ્વ યોગ દિવસ શાળા કક્ષાએ શાળાના એસેમ્બલી હોલમાં યોજાયો. આ પ્રસંગે લાયન્સ ક્લબના આદરણીય હોદ્દેદાર લા.ડો.નગીનભાઈ પટેલ, લા.ડો. સોનલભાઈ દેસાઈ તથા એજ્યુકેશન કમિટીના શ્રીમતી નયનાબેન પટેલ, બંને માધ્યમના આચાર્યશ્રી, વિભાગીય વડા તથા ગ્રામજનો અને વિદ્યાર્થીઓ સાથે મળીને ૫ માં વિશ્વ યોગ દિવસના કાર્યનો આરંભ કર્યો. સૌ પ્રથમ શાળાના આચાર્ય મુકેશભાઇ પંડ્યા દ્વારા આદર સહિત ર્સૌના સ્વાગત કરાયા અને ભારતીય પારંપરિક પદ્ધતિ અનુસાર આદિ ગુરુ શિવ, યોગેશ્વર શ્રીકૃષ્ણ, યોગ વિદ્યાના પ્રણેતા પતંજલિ ઋષિને વંદના થકી ભાવવાહી શ્લોક દ્વારા મંગલાચરણ કરી યોગ વિષયક જેમાં યોગ, આરોગ્ય અને કલ્યાણ પરત્વેનો એક હોલિસ્ટિક અભિગમ વિકસાવતો યોગ શિબિર શરૂ કરવામાં આવ્યો હતો. વધુમાં શાળાના આચાર્યએ કહ્યું હતું કે વર્ષ–૨૦૧૫ નો પ્રથમ વિશ્વ યોગ દિવસ સદ્દભાવ અને શાંતિ માટે, વર્ષ-૨૦૧૬ નો દ્વિતીય વિશ્વ યોગ દિવસ યુવાનોને જોડવા માટે, વર્ષ-૨૦૧૭ નો તૃતીય વિશ્વ યોગ દિવસ સ્વાસ્થ્ય માટે, વર્ષ-૨૦૧૮ નો ચતુર્થ વિશ્વ યોગ દિવસ શાંતિ અર્થે અને વર્ષ-૨૦૧૯ નો પાંચમો વિશ્વ યોગ દિવસ હૃદય અને યોગ થીમ ઉપર આધારિત હતો. યોગ જે ૫૦૦૦ સનાતન વર્ષ જુની ભારતીય પરંપરા છે. જે શરીર, મન અને આત્મા સાથે સંતુલન જાળવી રાખવા તથા સેવા હિતના સર્જન માટે વિકસિત કરવા બાબતે ભાર મુકતા યોગના મહત્વ પર પ્રાસંગિક પ્રવચન પ્રવચન કર્યું હતું.
ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડના રાચી શહેરમાં ૫ માં વિશ્વ યોગ દિવસે યોગ કર્યા તેની ઝલક શાળાના એસેમ્બલી હોલમાં યુ-ટ્યુબ (You–Tube) ના માધ્યમથી પ્રોજેક્ટર દ્વારા વિદ્યાર્થીઓને દેખાડવામાં આવી અને ત્યારબાદ શાળાના યોગ ટ્રેનર કેયુર પરમાર અને શાળાના યોગની તાલીમ પામેલ વિદ્યાર્થીઓ દ્વારા યોગ કાર્યશિબિરની શરૂઆત કરવામાં આવી. આ ૫ માં વિશ્વ યોગ દિન નિમિત્તે યોગના વિવિધ યોગાભ્યાસ અને પ્રત્યેક યોગની ક્રિયાઓનું મહત્વ સમજાવતા યોગ શિબિરમાં સૌ કોઈએ ઉત્સાહભેર ભાગ લીધો. જિલ્લા શિક્ષણ અધિકારી (D.E.O.) ની કચેરી, દાહોદના નિર્દેશન મુજબ યોગ શિબિર કાર્યક્રમ થયો અને સંકલ્પબદ્ધતા સાથે ઉત્સાહભેર વિશ્રામ પામ્યો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત લાયન્સ ક્લબ ઝાલોદના આદરણીય હોદ્દેદારોએ પ્રાસંગિક – પ્રેરક – ઉત્સાહવર્દ્ધક અભિગમ દ્વારા ઉદારતાનો પરિચય આપ્યો અને સૌને પ્રેરિત કર્યા. ત્યારબાદ વૃક્ષારોપણ જેમાં છોડ એ જ રણછોડ (ભગવાન) ને યથાર્થ કરવા અને પ્રકૃતિ પ્રત્યે ઉદાસિનતા ન સેવતા સૌએ વૃક્ષારોપણ કર્યું અને પ્રત્યેક વૃક્ષના રોપાઓ વટવૃક્ષ બને તેવા ભાવ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ પૂર્ણ કર્યો એકંદર આજની કાર્યશિબિરના પ્રત્યેક તબક્કે સૌનો અભિગમ ઉત્સાહવર્ધન, ઉત્સાહવર્ધક અને પ્રેરક રહ્યો. યોગ એ રોજિંદા વ્યવહારમાં વણી લઈ યોગ થી થતા ફાયદાઓ થકી જન આંદોલન બને તેવા મનોભાવ સાથે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.
ત્યારબાદ આજ રોજ તા.૨૨/૦૬/૨૦૧૯ શનિવારના રોજ શાળામાં સવારમાં પ્રાર્થના પછી એસેમ્બલી હોલમાં ગત રોજના ૫ માં વિશ્વ યોગ દિન નિમિત્તે ઝારખંડ રાજ્યના રાંચી શહેરમાં આપણા દેશના લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું તેને યુ-ટ્યુબ (You-Tube) ના માધ્યમથી પ્રોજેક્ટર દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બતાવવામાં આવ્યું.