વિરમગામના સેવા વીરોને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા : પાસ્ટ પ્રેસિડેન્ટોનું પણ સન્માન કરાયું.
લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટ ગવર્નરે લાયન્સ ક્લબ ઓફ વિરમગામની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ગવર્નર દક્ષેશભાઇ સોની, વાઈસ ડીસ્ટ્રીક ગવર્નર પ્રકાશભાઈ અગ્રવાલ, કેબિનેટ સેક્રેટરી કેતનભાઇ પંચાલ, કલ્પેશભાઈ શેઠ, રીઝીયન ચેરમેન ભાનુભાઈ વાઘેલા, ઝોન ચેરમેન પરેશભાઈ રાવલ, સાણંદથી પધારેલ લાયન્સ મિત્રો તથા લાયન્સ વિરમગામ પરિવાર હાજર રહ્યો હતો. આ પ્રસંગે વિરમગામ લાયન્સ ક્લબ થકી જે જે સેવાવીરોએ સાથ અને સહકાર આપી સમાજને સેવા કરવાનું ઉદાહરણ પૂરું પાડ્યું તે બધા જ લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જનસેવા ટ્રસ્ટ વતી ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ તેમજ સુશીલાબેન રામજીભાઈ ટ્રસ્ટ વતી હિતેશભાઈ પરીખ સાથે નગરપાલિકાના માજી ઉપપ્રમુખ દીપાબેન ઠક્કર, તેજસભાઈ વજાણી તેમજ વિરમગામના જાણીતા સેવાવીરોનુ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લાયન્સ પરિવારના બધા જ પૂર્વ પ્રમુખોનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. વિરમગામ લાયન્સ ક્લબના સભ્ય પાસ્ટ ડિસ્ટ્રીક ગવર્નર સેવંતીલાલ વોરાને લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમ લાયન્સ ક્લબ ઓફ વિરમગામ દ્વારા જણાવવામાં આવ્યું હતું.