HIMANSHU PATEL –– LIMKHEDA [ DUDHIYA ]
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કાલિયારાઈ ક્લસ્ટરની ભુરીયા ફળીયા જાલીયાપાડા પ્રાથમિક શાળામાં 26મી જાન્યુઆરીના રોજ ૭૧ માં પ્રજાસત્તાક દિવસની કરવામાં આવી ભવ્ય ઉજવણી.
ટાટા વોટર વર્કસની “શેની” સંસ્થા દ્વારા શાળામાં સ્વચ્છતા અંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ કરી લોકોમાં સ્વછતા આવે તે માટે જનજાગૃતિનું એક અભિયાન કર્યું. સંસ્થા દ્વારા શાળા અને ગામમાં લોકોને સ્વચ્છ પીવાનું પાણી અને શાળામાં ખૂટતી ભૌતિક સુવિધા શોચાલય, ફિલ્ટર પીવાના પાણીની વગેરે જેવી સુવિધા પુરી પાડી. શાળામાં વિવિધ સાંસ્કૃતિક, ચિત્ર, નિબંધ લેખન જેવા કાર્યક્રમ કરી બાળકોને પ્રોત્સાહિત કરી ઇનામ તથા પ્રમાણપત્ર આપ્યું હતું. “દીકરીને સલામ, દેશને નામ” અંતર્ગત ગામની દીકરી અને હાલ સરકારી દવાખાનામાં ફરજ બજાવતી દીકરીના હાથે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું.