THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ખાતે એક માત્ર બેંક ઓફ બરોડા આવેલ છે. જેમાં આજુ બાજુના અંદાજે 30 થી 40 જેટલા નાનામોટા ગામડાઓના ખાતાધારકો છે. મુખ્યમંત્રી દ્વારા ગરીબ ખેડૂતોના ખાતામાં ₹.૫૦૦ જે જમા કરવામાં આવેલ છે તે રકમને ઉપાડવા માટે વહેલી સવારથી લોકો બેંકની બહાર લાંબી કતારો લગાવીને બેસી જાય છે. તે બાબતે પોલીસ દ્વારા કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પણ વહેલી સવાર થી જ બંદોબસ્ત મૂકી દેવામાં આવે છે. બેંક દ્વારા પીવાનું પાણી તથા સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્ત પાલન પણ કરાવવામાં આવે છે.
લીમખેડાના દૂધીયામાં ગ્રામજનોની છેલ્લા એક વર્ષથી બેંક ઓફ બરોડા ના ATM માટે રજુઆત છે, પરંતુ બેંક ઓફ બરોડાના અધિકારીઓ આ બાબતે કોઈ પણ પ્રકારનો રસ દાખવતા નથી. બેંક અધિકારીઓને માત્ર ડિપોઝીટ અને ફિક્સ ડિપોઝીટ એકત્ર કરવામાં જ રસ હોય તેવું જણાઈ રહ્યું છે. લોકોની થાપણો દ્વારા બેંક ચલાવવાં રાજી છે પરંતુ તેની સામે લોકોને સગવડ પુરી પાડવા માટે રાજી નથી. તો શું ગામડામાં બેંક લોકોની સગવડ માટે ઉભી કરવામાં આવે છે કે પછી અગવડતા માટે છે? આ એક વિકટ પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે. શું બેંક તંત્ર આ બાબતે કોઈ ત્વરિત પગલાં ભરશે ખરી ? તે જોવું રહ્યું.
ગામ લોકો દ્વારા વારંવાર રજુઆત કરવા છતાં બેંક દ્વારા ATM પણ મુકવામાં આવતું નથી. જેથી મોટે ભાગે દુધિયામાં આવેલ “બેન્ક ઓફ બરોડા” માં ભીડ જોવા મળતી હોય છે. આવા કપરા સમયમાં બેંકના અધિકારીઓ ગામ પ્રત્યે આંખ આડા કાન કરે તે યોગ્ય છે ? ATM બાબતે અને બેંકમાં વધુ ભીડ ન થાય તે બાબતે બેંકના અધિકારીઓ દ્વારા યોગ્ય પગલાં લેવાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.