આદિવાસી બહુતુલ્ય વસ્તી ધરાવતા દાહોદ જિલ્લામા હોળી ના તહેવારનું અનેરું મહત્વ છે. હોળીના પર્વ પર તમામ લોકો પોતાના માદરે વતનમા આવી આનંદ – ઉલ્લાસ થી પરિવાર સાથે હોળી નો તહેવાર ઉજવે છે. હોળીના બીજો દિવસ એટલે કે ધુળેટી. આ દિવસે ચુલના મેળા યોજાય છે. જેમાં આસ્થા સાથે લોકો કોળસાના સળગતા અંગારાઓ ઉપર પગમાં બુટ કે ચંપલ પહેર્યા વગર ખુલ્લા પગે ચાલી પોતાની માનતા પુરી કરે છે. ચુલના મેળાથી વિખ્યાત મેળામાં લોકો મન મૂકી દેશી ઢોલના તાલે નાચી હોળીની ઉજવણી કરે છે અને આદિવાસી પરંપરાને જીવિત રાખી છે. હોળી બાદ આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગો યોજાય છે. આમ હોળીના તહેવારનું અનેરું મહત્વ છે. ચુલના મેળામા મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડી હતી.
લીમખેડાના દુધિયા ગામમાં હોળીના બીજા દિવસે ભરાયો પરંપરાગત ચુલનો મેળો
RELATED ARTICLES